મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

લેટરલ એન્ટ્રીની જાહેરાત પર કેન્દ્ર સરકારે રોક લગાવી, UPSCને આપ્યો સીધી ભરતી પર પ્રતિબંધનો આદેશ

UPSCમાં લેટરલ એન્ટ્રીને લઇને વિવાદ બાદ કેન્દ્ર સરકારે લેટરલ એન્ટ્રીની જાહેરાત પર

લેટરલ એન્ટ્રીની જાહેરાત પર કેન્દ્ર સરકારે રોક લગાવી, UPSCને આપ્યો સીધી ભરતી પર પ્રતિબંધનો આદેશ

UPSCમાં લેટરલ એન્ટ્રીને લઇને વિવાદ બાદ કેન્દ્ર સરકારે લેટરલ એન્ટ્રીની જાહેરાત પર રોક લગાવી દીધી છે. આ મામલે કાર્મિક મંત્રીએ યુપીએસસી ચેરમેનને પત્ર લખ્યો છે. વડાપ્રધાન મોદીના આદેશ પર સીધી ભરતીની જાહેરાત પર રોક લગાવવામાં આવી છે.

વડાપ્રધાન મોદીના આદેશ પર ભરતી પર રોક

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આદેશ પર સીધી ભરતીની જાહેરાત પર રોક લગાવવામાં આવી છે. આ પહેલા UPSCએ 17 ઓગસ્ટે એક જાહેરાત આપી હતી જેમાં લેટરલ એન્ટ્રી દ્વારા 45 જોઇન્ટ સેક્રેટરી, ડેપ્યુટી સેક્રેટરી અને ડાયરેક્ટર લેવલની ભરતી બહાર પાડવામાં આવી હતી.

મહત્ત્વપૂર્ણ છે કે લેટરલ ભરતીમાં પરીક્ષા આપ્યા વગર UPSCમાં ભરતી કરવામાં આવે છે. જેમાં અનામતના નિયમોનો ફાયદો મળતો નથી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વિરોધ કરતા કહ્યું હતું કે મહત્ત્વપૂર્ણ પદો પર લેટરલ એન્ટ્રી દ્વારા ભરતી કરી ખુલ્લેઆમ SC,ST,OBC વર્ગ પાસેથી અનામત છીનવી લેવામાં આવી રહ્યું છે.

UPSCએ લેટરલ એન્ટ્રી પર ભરતી બહાર પાડી હતી

UPSC એ કેન્દ્રના વિવિધ મંત્રાલયોમાં 45 જગ્યાઓ માટે જાહેરાત બહાર પાડી હતી, જેમાં 10 ને જોઈન્ટ સેક્રેટરી અને 35 ને ડાયરેક્ટર/ડેપ્યુટી સેક્રેટરીના પદ પર 45 નિષ્ણાતોની નિમણૂક માટે જાહેરાત આપવામાં આવી હતી. સામાન્ય રીતે આ ઉચ્ચ હોદાઓ અખિલ ભારતીય સેવાઓ જેવી કે ભારતીય વહીવટી સેવા (IAS), ભારતીય પોલીસ સેવા (IPS) અને ભારતીય વન સેવા (IFOS), અને અન્ય 'ગ્રૂપ A' સેવાઓના અધિકારીઓની નિમણૂક કરવામાં આવે છે. હવે આ જગ્યાઓને કરારના આધારે ત્રણ વર્ષના(પ્રદર્શનના આધારે પાંચ વર્ષ સુધી વધારી શકાય) સમયગાળા માટે ભરવામાં આવશે.

આ સમાચાર શેર કરો