Video: 'ધડાકો સામાન્ય નથી', લાલ કિલ્લા વિસ્ફોટ અંગે દિલ્હી પોલીસ કમિશ્નરે આપ્યું મોટું નિવેદન
દિલ્હીમાં લાલ કિલ્લા પાસે એક ઇકો વાનમાં એક પ્રચંડ વિસ્ફોટ થયો હતો, જેના કારણે ગભરાટ ફેલાયો છે. આ વિસ્ફો

દિલ્હીમાં લાલ કિલ્લા પાસે એક ઇકો વાનમાં એક પ્રચંડ વિસ્ફોટ થયો હતો, જેના કારણે ગભરાટ ફેલાયો છે. આ વિસ્ફોટમાં આઠ લોકોના મોત થયા છે, જ્યારે 25થી વધુ લોકો ઘાયલ થયા છે. આ બ્લાસ્ટ ઘટનામાં હજુ મૃત્યુઆંક વધી શકે છે. આ અંગે દિલ્હી પોલીસ કમિશનરે કહ્યું છે કે ધડાકો સામાન્ય નથી.
આ વિસ્ફોટ ખૂબ જ તીવ્ર હતો. NIA ટીમોને ઘટનાસ્થળે પહોંચી ચૂકી છે. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે પાંચથી છ વાહનો આગની ઝપેટમાં આવ્યા છે. ગૃહમંત્રી અમિત શાહે આઈબી ચીફ સાથે વાત કરી છે. હરિયાણા બોર્ડર પર એલર્ટ અપાયું છે. દિલ્હી પોલીસની ટીમોએ તપાસ શરૂ કરી દીધી છે. વિસ્ફોટ થવાનું કારણ શોધવા ફોરેન્સિક અને ટેકનિકલ નિષ્ણાતો ઘટનાસ્થળે પહોંચી રહ્યા છે.




