મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

અલાહાબાદ હાઈકોર્ટે કોંગ્રેસના 99 સાંસદોને ગેરલાયક ઠેરવવાની અરજી ફગાવી, આપ્યું આ કારણ

લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે પોતાની સરકાર બનવા પર દર મહિને સાડા આઠ

અલાહાબાદ હાઈકોર્ટે કોંગ્રેસના 99 સાંસદોને ગેરલાયક ઠેરવવાની અરજી ફગાવી, આપ્યું આ કારણ

લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે પોતાની સરકાર બનવા પર દર મહિને સાડા આઠ હજાર રૂપિયા આપવાના વાયદાથી જોડાયેલા મામલે અલાહાબાદ હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. હાઈકોર્ટે સુનાવણી દરમિયાન ખોટા વચનો આપવા બદલ કોંગ્રેસ પાર્ટીના તમામ 99 સાંસદોને ગેરલાયક ઠેરવવાની માંગ કરતી પીઆઈએલને ફગાવી દીધી છે.

અલ્હાબાદ હાઈકોર્ટે પીઆઈએલમાં પૂરતી માહિતી ન આપવાના આધાર પર અરજી ફગાવી દીધી છે. આ અરજી સામાજિક કાર્યકર ભારતી સિંહ વતી દાખલ કરવામાં આવી હતી. આ કેસની સુનાવણી જસ્ટિસ મનોજ કુમાર ગુપ્તા અને જસ્ટિસ મનીષ કુમાર નિગમની ડિવિઝન બેંચમાં થઈ હતી. કોર્ટે કહ્યું છે કે પીઆઈએલમાં અરજદારે પૂરતી માહિતી ન આપી હોવાના આધારે અરજી પસાર કરવામાં આવશે.

હાઈકોર્ટે અરજી ફગાવતા અરજદારના વકીલે કહ્યું કે, અરજી પાછી ખેંચી લઈને સંપૂર્ણ તથ્યો સાથે નવેસરથી અરજી દાખલ કરવા માંગે છે. અરજદારની આ માંગ પર કોર્ટે અરજદારને મુક્તિ આપવા જણાવ્યું હતું. લોકસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસ પાર્ટીએ કહ્યું હતું કે, જો કેન્દ્રમાં સરકાર બનશે તો દર મહિને 8,500 રૂપિયા ખટાખટ ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. કોંગ્રેસે ઘણી ચૂંટણી રેલીમાં આનો ઉલ્લેખ કર્યો હતો. 

જણાવી દઈએ કે, અરજદારે પીઆઈએલ કરીને કોંગ્રેસ પાર્ટીનું રજીસ્ટ્રેશન રદ કરવાની સાથે ચૂંટણી ચિન્હને જપ્ત કરવાની માગ કરી હતી. આ ઉપરાંત તમામ 99 સાંસદોને અયોગ્ય જાહેર કરવાની માગ કરી હતી.  આ અરજી સામાજિક કાર્યકર ભારતી સિંહ વતી દાખલ કરવામાં આવી હતી. ભારતી સિંહે પીઆઈએલમાં પોતાના વિશે કોઈ માહિતી આપી ન હતી. કોર્ટે કહ્યું કે પીઆઈએલમાં અરજદાર વિશે સંપૂર્ણ માહિતી ઉપલબ્ધ હોવી જરૂરી છે.

આ સમાચાર શેર કરો