Video: 100 ચોરીના કેસનો આરોપી ઝડપાયો

સોર્સ: gstv

કેરળના મલપ્પુરમ જિલ્લાના મંજરીમાં પોલીસે ચોરીના અનેક ગુનાઓમાં સંડોવાયેલા આરોપી સૈનુદ્દીનની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર આરોપી સામે ચોરીના લગભગ 100 જેટલા કેસ નોંધાયેલા છે. લાંબા સમયથી પોલીસની નજરમાં રહેલા આરોપીને આખરે ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપીની ધરપકડ બાદ તેની સામે નોંધાયેલા જૂના ગુનાઓની વિગતો પણ તપાસવામાં આવી રહી છે. પોલીસ દ્વારા તેની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. આ ધરપકડથી વિસ્તારમાં થયેલી અનેક ચોરીની ઘટનાઓ અંગે વધુ ખુલાસા થવાની શક્યતા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત