Video: આદિવાસી સમાજના ૧૦૦થી વધુ અગ્રણીઓનું થયું સન્માન

સુરેન્દ્રનગરમાં ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સાંસદ, ધારાસભ્ય અને પ્રદેશ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લાના ૮ ગામોમાં વસવાટ કરતા આદિવાસી સમાજના ૧૦૦થી વધુ લોકોનું આ પ્રસંગે સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન આદિવાસી સમાજના વિકાસ માટે સ્પેશિયલ ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી હોવાની જાહેરાત કરાઈ હતી. તેમજ સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ સાથે ભગવાન બિરસા મુંડાના જીવન પર આધારિત ડોક્યુમેન્ટ્રી ફિલ્મ પણ રજૂ કરાઈ હતી.
જાહેરાત








