Video: ઉન પાટિયા વિસ્તારમાં કપડાંના ગોડાઉનમાં ભીષણ આગ

સુરત શહેરના સચિન વિસ્તારમાં આવેલ ઉન પાટિયા આગનો બનાવ બન્યો હતો..અહીં એક વેસ્ટેજ ગોડાઉનમાં અચાનક આગ ફાટી નિકળી હતી.. ગોડાઉનમાં વેસ્ટેજ કપડાં રાખવામાં આવ્યા હોવાના કારણે આગે જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. આગ લાગવાને કારણે આસપાસના વિસ્તારમાં અને લોકોમાં ભારે ભાગદોડ મચી ગઈ હતી. તાત્કાલિક ધોરણે ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે પહોંચીને સ્થિતિનો તાગ મેળવ્યો હતો. ફાયર વિભાગની 8 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી..જેમણે ભારે જહેમત અને પાણીનો મારો ચલાવી આગ ઓલાવવાનો પ્રયાસ કર્યો હતો. ફાયર જવાનોની સક્રિય કામગીરીના પરિણામે આગ પર કાબુ મેળવી લેવાયો હતો.. આ આગમાં કેટલુ નુકસાન થયુ છે તેનો અંદાજ હજુ મેળવી શકાયો નથી.
જાહેરાત






