મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

આરોપીએ જજ પાસે માંગી ફાંસીની સજા, જજે કહ્યું- તથાસ્તુ; જાણો શું છે ઘટના

5 વર્ષની બાળકી સાથે રેપ અને હત્યાના કેસમાં મામાના ભાઇ પર દોષ સાબિત થઇ ચુક્યા હતા. જજ ચુકાદો આપવાના હતા. આ પહે

આરોપીએ જજ પાસે માંગી ફાંસીની સજા, જજે કહ્યું- તથાસ્તુ; જાણો શું છે ઘટના

5 વર્ષની બાળકી સાથે રેપ અને હત્યાના કેસમાં મામાના ભાઇ પર દોષ સાબિત થઇ ચુક્યા હતા. જજ ચુકાદો આપવાના હતા. આ પહેલા જજે આરોપીને પૂછ્યુ કે કંઇ કહેવા માંગો છો? આરોપીએ કહ્યું કે તેમને ફાંસી આપી દો. તે બાદ જજે શ્રીરામ ચરિત માનસમાં કિષ્કિંધા કાંડની ચૌપાઇ સંભળાવી હતી. આ ઘટના મધ્ય પ્રદેશના હોશંગાબાદ જિલ્લા કોર્ટના સોહાગપુર સેશન કોર્ટની છે.

શોભાપુર કસ્બામાં 25 ડિસેમ્બર 2021માં બનેલી આ ઘટનાની સુનાવણી  એડિશનલ ડિસ્ટ્રિક્ટ અને સેશન જજ એસકે ચૌબે કરતા હતા. આરોપીએ 5 વર્ષીય બાળકીને ઘરની છત પર લઇ જઇને આ ઘટનાને અંજામ આપ્યો હતો અને પકડાવાના ડરથી તેને ગળુ દબાવીને હત્યા કરી નાખી હતી. તે સમયે પોલીસે અજાણ્યા શખ્સ વિરૂદ્ધ કેસ નોંધ્યો હતો પણ ઘટનાની તપાસ કરતા પોલીસે આરોપીને પકડી લીધો હતો અને કોર્ટમાં હાજર કર્યો હતો. આરોપી કિશન ઉર્ફ ચિન્નૂ માછિયા મૃત બાળકીનો સગો મામાનો દીકરો છે.

આરોપીએ ખુદ માંગી ફાંસી

દોષ સાબિત થયા બાદ બુધવારે ADJ સુરેશ કુમાર ચૌબે આરોપી વિરૂદ્ધ સજા સંભળાવવા જઇ રહ્યાં હતા, તેના માટે આરોપીને લાવવામાં આવ્યો હતો. જજે આરોપીને કહ્યું કે ચુકાદા પહેલા કંઇ કહેવા માંગો છો? જવાબમાં આરોપીએ કહ્યું કે, તેને ફાંસી આપવામાં આવે. આ સાંભળ્યા બાદ એડીજે એસકે ચૌબેએ કોર્ટમાં કિષ્કિંધા કાંડની ચોપાઇ, ‘अनुज बधू भगिनी सुत नारी। सुनु सठ कन्या सम ए चारी॥ इन्हहि कुदृष्टि बिलोकइ जोई। ताहि बधे कछु पाप न होई।।’ સંભળાવી હતી. 

આ ચોપાઇમાં ગોસ્વામી તુલસીદાસજી લખે છે જ્યારે ભગવાન રામે સુગ્રીવના મોટા ભાઇ બાલિને બાણ માર્યુ તો બાલિએ સવાલ કર્યો હતો અને પૂછ્યુ હતું કે તમે સંતાઇને કેમ બાણ માર્યું. જવાબમાં બાલિને સમજાવતા ભગવાન રામ કહે છે કે નાના ભાઇની પત્ની, બહેનની દીકરી અને પુત્રવધુ પર કૃદ્રષ્ટિ નાખનારા વ્યક્તિનો વધ પણ કરી દેવામાં આવે તો પાપ નથી લાગતું.

કોર્ટે રેર ટૂ રેરેસ્ટ કેસ ગણ્યો

જજે પોતાનો ચુકાદો લખતા કહ્યું કે કોઇ નિર્દોષ, માસૂમ, અબોધ બાળકી સાથે રેપ તો પોતાની રીતે રેર ટૂ રેરેસ્ટ ઘટના છે જેમાં મામાની બહેન સાથે રેપ તો વધુ જઘન્ય બની જાય છે. કોર્ટના આ ચુકાદા પર ત્યા હાજર દરેક વ્યક્તિએ ખુશી વ્યક્ત કરી છે. 

આ સમાચાર શેર કરો