આતંકીઓએ 20 વર્ષ પહેલા પિતાની ગળું કાપીને કરી હતી હત્યા, હવે પુત્રને બનાવ્યો નિશાન
લોકસભા ચૂંટણી વચ્ચે જમ્મુ કાશ્મીરમાં 22 એપ્રિલે સાંજે ફરી એક વખત ટાર્ગેટ કિલિંગની ઘટના સામે આવી છે. રાજૌરી જિલ્લામાં મસ

લોકસભા ચૂંટણી વચ્ચે જમ્મુ કાશ્મીરમાં 22 એપ્રિલે સાંજે ફરી એક વખત ટાર્ગેટ કિલિંગની ઘટના સામે આવી છે. રાજૌરી જિલ્લામાં મસ્જિદની બહાર નીકળતા સરકારી કર્મચારીની હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી હતી. મૃતકની ઓળખ 40 વર્ષના મોહમ્મદ રજાકના રૂપમાં થઇ છે. ઘટના બાદ ઘરમાં માતમ જોવા મળી રહ્યો છે.
રાજૌરી જિલ્લામાં તૈનાત સમાજ કલ્યાણ વિભાગના જૂનિયર આસિસ્ટન્ટ મોહમ્મદ રજાક કુંડા ટોપા ગામની મસ્જિદમાંથી નમાઝ પઢીને ઘરે જતા હતા. રસ્તામાં ઘાત લગાવીને બેઠેલા આતંકીઓએ તેને જોતા જ ફાયરિંગ કર્યું હતું. ગોળી લાગતા જ તે લોહીથી લથપથ થઇને પડી ગયા હતા. તે બાદ આતંકી ભાગી ગયા હતા. ગોળીનો અવાજ સાંભળીને જ્યારે પરિવારના લોકો બહાર નીકળ્યા તો રજાક લોહીથી લથપથ પડ્યો હતો. થોડા સમય બાદ જ તેનું મોત થયું હતું.
પિતાને પણ આતંકીઓએ બનાવ્યા હતા નિશાન
ઘટનાની જાણકારી મળ્યા બાદ પોલીસ અને સુરક્ષાદળ પહોંચી ગયા હતા. સુરક્ષાદળોએ વિસ્તારને ઘેરી લીધો હતો અને આતંકીઓને શોધવા માટે તપાસ અભિયાન હાથ ધર્યુ હતું. મીડિયા રિપોર્ટ અનુસાર, આતંકી રજાકના નાના ભાઇ તાહિર ચૌધરી ઉર્ફ લાલ હુસૈનને ટાર્ગેટ કરવા આવ્યા હતા પરંતુ તેમણે મોહમ્મદ રજાકને નિશાન બનાવ્યો હતો. રજાકના પિતા મોહમ્મદ અકબરને પણ 20 વર્ષ પહેલા આતંકીઓએ પોતાનો શિકાર બનાવ્યા હતા, તેમણે રજાકના પિતાની ગળું કાપીને હત્યા કરી નાખી હતી. તે બાદ રજાકને પોતાના પિતાની જગ્યાએ એસઆરઓમાં નોકરી મળી હતી. રજાકનો પરિવાર શરૂઆતથી જ આતંકીઓના નિશાના પર રહ્યો છે.
ચૂંટણી પહેલા સુરક્ષાદળોનું તપાસ અભિયાન
તાજેતરના મહિનામાં રાજૌરી અને પૂંછના સરહદી જિલ્લામાં આતંકવાદ સંબંધિત કેટલીક ઘટનાઓ જોવા મળતા પોલીસ અને સુરક્ષાદળોએ આગામી ચૂંટણી પહેલા સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું છે.








