મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'કાશ્મીરમાં આતંકવાદ જમીનમાં દફન થઇ જશે', જમ્મુના કિશ્તવાડમાં અમિત શાહે આપી ચેતવણી

જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણી 2024 માટે રાજકીય પાર્ટીઓએ ચૂંટણી

'કાશ્મીરમાં આતંકવાદ જમીનમાં દફન થઇ જશે', જમ્મુના કિશ્તવાડમાં અમિત શાહે આપી ચેતવણી

જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણી 2024 માટે રાજકીય પાર્ટીઓએ ચૂંટણી પ્રચારમાં એડીચોટીનું જોર લગાવી દીધું છે. રાજકારણીઓ એકબીજા પર પ્રહારો કરીને મતદારોને રીઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે. પીએમ નરેન્દ્ર મોદીની ડોડામાં રેલી બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કિશ્તવાડમાં ચૂંટણી સભાને સંબોધતા વિપક્ષોને આડેહાથ લીધા હતા.  

અમારી સરકાર આતંકવાદને દફનાવી દેશે

આતંકવાદના મુદ્દે ભાજપના દિગ્ગજ નેતાએ કહ્યું કે, કોંગ્રેસ અને તેમના નેતા રાહુલ ગાંધી જમ્મુ-કાશ્મીરને ફરીથી આતંકવાદ તરફ ધકેલવા માંગે છે. જો કોંગ્રેસ અને એનસીની સરકાર આવી તો આતંકવાદ ફરી શરૂ થશે. હું તમને વચન આપું છું કે અમે આતંકવાદને એવો દફનાવી દઈશું કે ફરીથી પાછો નહીં આવે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જાહેર સભાને સંબોધતા નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ પર "તેમના પરિવારની સરકાર" બનાવવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવતા કહ્યું કે, તેઓ જમ્મુ અને કાશ્મીરમાં સત્તા માટે લાયક નથી. ઓમર અબ્દુલ્લા અને રાહુલ ગાંધી પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે, રાજ્યમાં ફરી એકવાર આતંકવાદ વધારવાના પ્રયાસો થઈ રહ્યા છે પરંતુ ભાજપ સરકાર તેને જમીનમાં દફનાવી દેશે.

'જમ્મુ-કાશ્મીરમાં ભાજપની સરકાર બનશે'

અમિત શાહે દાવો કહ્યો કે આ વખતે ઘાટીમાં ભાજપના નેતૃત્વમાં સરકાર બનશે. જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણીનો માહોલ જોતા લોકો ભાજપને સરકાર બનાવવા મદદ કરશે. અમે આતંકવાદને જડમૂળથી ઉખેડી નાખીશું. પીએમ મોદીએ ઘાટીમાં ત્રણ પરિવારોના શાસનને ખતમ કરીને પંચાયતી રાજને મજબૂત કર્યું અને કલમ 370 હવે ઈતિહાસની વાત બની ગઈ છે, તે ક્યારેય પાછી આવવાની નથી.

આ સમાચાર શેર કરો