મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

30 હજાર કરોડના 'અનંત શસ્ત્ર'થી દુશ્મનનો થશે સફાયો, ચીન પાક બોર્ડરે સેનાને મજબૂત કરવા મોટું પગલું

ભારતીય સેનાએ હવાઈ રક્ષાને મજબૂત કરવા માટે મોટું પગલું ભર્યું છે. પાકિસ્તાન અને ચીન બોર્ડર પર હવાઈ

30 હજાર કરોડના 'અનંત શસ્ત્ર'થી દુશ્મનનો થશે સફાયો, ચીન પાક બોર્ડરે સેનાને મજબૂત કરવા મોટું પગલું

ભારતીય સેનાએ હવાઈ રક્ષાને મજબૂત કરવા માટે મોટું પગલું ભર્યું છે. પાકિસ્તાન અને ચીન બોર્ડર પર હવાઈ ખતરાઓથી લડવા માટે 5થી 6 રેજિમેન્ટ 'અનંત શસ્ત્ર' સરફેસ-ટૂ-એર મિસાઈલ સિસ્ટમ ખરીદવાનું ટેન્ડર જાહેર કર્યું છે. આ સિસ્ટમ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO)એ તૈયાર કર્યું છે.

પહેલા તેને ક્વિક રિએક્શન સરફેસ-ટૂ-એર મિસાઈલ (QRSAM) કહેવામાં આવતું હતું. આ પ્રોજેક્ટની મંજૂરીનો ખર્ચ અંદાજિત 30,000 કરોડ રૂપિયા છે. સેનાના અધિકારીઓએ જણાવ્યું કે, આ સિસ્ટમ ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાની ડ્રોન હુમલાઓને રોકવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવી ચૂકી છે.

ઓપરેશન સિંદૂર: હવાઈ રક્ષાની પરીક્ષા

મે 2025માં થયેલા ઓપરેશન સિંદૂર બાદ ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ (DAC)એ આ સ્વદેશી સિસ્ટમને ખરીદવાની મંજૂરી આપી. ચાર દિવસના આ સંઘર્ષમાં પાકિસ્તાને ચીની હથિયારોનો ઉપયોગ કર્યો. ભારતીય સેનાના એર ડિફેન્સ યુનિટ્સે L-20 અને Zu-23 ગનથી વધુ પડતા ડ્રોન નષ્ટ કર્યા.

આકાશ અને MR-SAM સિસ્ટમે પણ કમાલ કરી. ભારતીય વાયુસેનાના સ્પાઈડર અને સુદર્શન S-400 સિસ્ટમે એકજુટ થઈને હવાઈ ખતરાને રોક્યા. સેનાની એર ડિફેન્સ વિંગ પહેલાથી જ MR-SAM, આકાશ અને નાની સિસ્ટમ ચલાવી રહી છે. આ વાયુસેનાની સાથે મળીને કામ કરે છે.

'અનંત શસ્ત્ર' સિસ્ટમની ખાસિયતો

આ સિસ્ટમ ખૂબ ઝડપી અને મોબાઈલ આધારિત છે. જેને લઈને ચાલતા ફરતા ટાર્ગેટને શોધી અને ટ્રેક કરી શકે છે. થોડી ક્ષણોમાં જ મિસાઈલ છોડી શકે છે. તેની રેન્જ અંદાજિત 30 કિલોમીટર છે. આ MR-SAM અને આકાશ જેવી હાલની સિસ્ટમને ઓછા-મધ્યમ અંતરમાં પૂરક બનશે.

આ સમાચાર શેર કરો