મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

તેલંગાણાના મુખ્યમંત્રીએ દેવી-દેવતા અંગે આપ્યું વિવાદિત નિવેદન, વિપક્ષે કહ્યું- હિન્દુ સમાજની માફી માંગો

તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી એક જાહેર કાર્યક્રમ દરમિયાન હિંદુ દેવી-દેવતાઓ

તેલંગાણાના મુખ્યમંત્રીએ દેવી-દેવતા અંગે આપ્યું વિવાદિત નિવેદન, વિપક્ષે કહ્યું- હિન્દુ સમાજની માફી માંગો

તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી એક જાહેર કાર્યક્રમ દરમિયાન હિંદુ દેવી-દેવતાઓ અંગે વાંધાજનક ટિપ્પણી કર્યા બાદ રાજકીય વિવાદ શરૂ થવાની સાથે હિન્દીઓની લાગણી પણ દુભાઈ છે. ભાજપ અને ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) તેમના નિવેદનની આકરા શબ્દોમાં ટીકા કરીને માફીની માંગણી કરી છે. તેમના નિવેદનથી સમગ્ર રાજ્યના કરોડો હિંદુઓની લાગણી દુભાઈ હોવાનો આરોપ લગાવી વિપક્ષી દળોએ ઉગ્ર વિરોધ શરૂ કર્યો છે.

આવા નિવેદનના કારણે હિન્દુઓ શરમ અનુભવી રહ્યા છે : ભાજપ

રેડ્ડીની ટિપ્પણી સામે આવતા જ BJP અને બીઆરએસ દ્વારા તેમને તાત્કાલિક માફી માંગવા જણાવ્યું છે. ભાજપના નેતા ચિક્કોટી પ્રભુએ કહ્યું કે, ‘રેવંત રેડીના વાંધાજનક નિવેદનના કારણે હિન્દુઓ શરમ અનુભવી રહ્યા છે. કોંગ્રેસ અને તેલંગણાના મુખ્યમંત્રીને શરમ આવતી નથી. દરેક સભામાં તેઓ કહે છે કે, કોંગ્રેસ માત્ર મુસ્લિમોના કારણે છે. મુખ્યમંત્રીએ તરત જ માફી માંગવી જોઈએ અને પોતાનું નિવેદન પાછું ખેંચવું જોઈએ.’

કરોડો હિંદુઓની લાગણી દુભાઈ : BRS

બીઆરએસના નેતા રાકેશ રેડ્ડી અનુગુલાએ પણ આકરા પ્રહાર કરતા કહ્યું કે, ‘આજકાલ હિંદુ દેવી-દેવતાઓનો મજાક ઉડાવવી એક ફેશન બની ગઈ છે. આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે મુખ્યમંત્રી આવું બોલી રહ્યા છે, જેનાથી કરોડો હિંદુઓની લાગણી દુભાઈ રહી છે. શું તેઓ કોઈને ખુશ કરવા માટે આવું બોલી રહ્યા છે? તેમણે હિંદુ સમાજની માફી માંગવી જોઈએ.’

રેવંત રેડ્ડી શું બોલ્યા હતા?

મુખ્યમંત્રીએ સવાલ ઉઠાવ્યો હતો કે ‘હિંદુઓ કેટલા દેવતાઓમાં વિશ્વાસ કરે છે? શું ત્રણ કરોડ? આટલા બધા દેવતાઓ શા માટે છે? જે લોકો કુંવારા છે, તેમના ભગવાન હનુમાન છે. જેમણે બે વખત લગ્ન કર્યા છે, તેમના જુદા ભગવાન છે. જેઓ દારુ પીતા હોય છે, તેમના પણ અલગ ભગવાન છે. મરઘાની બલિ આપનારાઓના પણ જુદા ભગવાન છે. દાળ-ભાત ખાનારાઓના પણ જુદા ભગવાન છે. દરેક ગ્રૂપના પોતપોતાના ભગવાન છે.’

આ સમાચાર શેર કરો