મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

Swati Maliwal Case : કેજરીવાલના PA વિભવ કુમારની આગોતરા જામીન અરજી કોર્ટે ફગાવી

Swati Maliwal Case: આપ પાર્ટીના રાજ્યસભાના સાંસદ સ્વાતિ માલીવાલ સાથે મારપીટના કેસમાં

Swati Maliwal Case :  કેજરીવાલના PA વિભવ કુમારની આગોતરા જામીન અરજી કોર્ટે ફગાવી

Swati Maliwal Case: આપ પાર્ટીના રાજ્યસભાના સાંસદ સ્વાતિ માલીવાલ સાથે મારપીટના કેસમાં ધરપકડ કરાયેલા વિભવ કુમારે તીસ હજારી કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી. જોકે, સુનાવણી બાદ કોર્ટે અરજી ફગાવી દીધી હતી. સીએમ હાઉસ ખાતે  સ્વાતિ માલીવાલ પર હુમલાના કેસમાં આરોપી વિભવ કુમારની શનિવારે દિલ્હી પોલીસે ધરપકડ કરી હતી. 

સ્વાતિ માલીવાલનો મેડિકલ રિપોર્ટ 

સ્વાતિ માલીવાલનો મેડિકલ રિપોર્ટ આવી ગયો છે. રિપોર્ટમાં સ્વાતિની આંખ અને પગ પર ઈજાનાં નિશાનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. દિલ્હી પોલીસે 16 મેના રોજ એઈમ્સમાં મેડિકલ તપાસ કરાવી હતી.

આતિશીએ સ્વાતિ માલીવાલને ગણાવી ભાજપનું મહોરું

આમ આદમી પાર્ટીના નેતા આતિશીએ શુક્રવારે પ્રેસ કોન્ફરન્સ કરીને સ્વાતિ માલીવાલ સહિત ભાજપ પર પણ આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે, જ્યારથી અરવિંદ કેજરીવાલને જામીન મળ્યા છે, ત્યારથી ભાજપ ચિંતામાં મૂકાયેલી છે. જેના કારણે તેમણે એક ષડયંત્ર રચ્યું. આ ષડયંત્ર હેઠલ સ્વાતિ માલીવાલને મુખ્યમંત્રી આવાસ મોકલવામાં આવી.

13 મેના રોજ બની હતી ઘટના 

સ્વાતિ માલીવાલના જણાવ્યા અનુસાર, વિભવ કુમારે 13 મેના રોજ સીએમ આવાસ પર તેની સાથે મારપીટ કરી હતી. આ મામલામાં પોલીસે 16 મેના રોજ એફઆઈઆર નોંધી હતી અને તપાસના સંદર્ભમાં પોલીસની એક ટીમ મુખ્યમંત્રીના નિવાસસ્થાને પહોંચી હતી.

આ સમાચાર શેર કરો