મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

રાજસ્થાનના જેસલમેરમાં બસમાં આગ લાગતા 20 મુસાફરોના મોત, ફટાકડાને કારણે બની દુર્ઘટના

રાજસ્થાનના જેસલમેરમાં એક ખાનગી બસમાં અચાનક ભીષણ આગ લાગતા 20 મુસાફરોના મોત થયા છે. મળતી માહિતી

રાજસ્થાનના જેસલમેરમાં બસમાં આગ લાગતા 20 મુસાફરોના મોત, ફટાકડાને કારણે બની દુર્ઘટના

રાજસ્થાનના જેસલમેરમાં એક ખાનગી બસમાં અચાનક ભીષણ આગ લાગતા 20 મુસાફરોના મોત થયા છે. મળતી માહિતી અનુસાર આ બસમાં 57 મુસાફરો સવાર હતા. બસ જેસલમેરથી જોધપુર જતી હતી.પ્રાથમિક અહેવાલ અનુસાર,ખાનગી બસમાં ફટાકડાનું ગેરકાયદે પરિવહન કરવામાં આવી રહ્યું હતું, જેના કારણે શોર્ટ સર્કિટથી વિકરાળ આગ લાગી હોવાનું સામે આવ્યું છે. જોકે પોલીસ આગના ચોક્કસ કારણની તપાસ કરી રહી છે.

10થી 12 લોકોના જીવતા સળગવાની આશંકા

આસિસ્ટન્ટ ફાયર ઓફિસર કૃષ્ણપાલ સિંહ રાઠૌડે જણાવ્યું કે, બનાવની જાણ થતા જ તે ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ફાયર ઓફિસરે જણાવ્યું કે, બસ પુરી રીતે સળગી ગઇ હતી. ફાયર બ્રિગેડની ટીમે ભારે મહેનત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. પ્રથમ દ્રષ્ટીએ 10થી 12 લોકોના જીવતા સળગી જવાની આશંકા છે.

ગંભીર રીતે ઘાયલ મુસાફરોને જોધપુર રેફર કરાયા

આ ઘટના બાદ ઘટનાસ્થળે પહોંચેલા સ્થાનિક લોકોએ બચાવ કામમાં મદદ કરી હતી અને ઘાયલોને રાજકીય જવાહર હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. આ સાથે જ ગંભીર રીતે ઘાયલ લોકોને જોધપુર રેફર કરવામાં આવ્યા છે. શોર્ટ સર્કિટને કારણે બસમાં આગ લાગી હોવાનું પ્રાથમિક દ્રષ્ટીએ જાણવા મળ્યું છે.

રાજસ્થાનના મુખ્યમંત્રીએ કર્યું દુ:ખ

જેસલમેરમાં બસ ફાયરની ઘટના અત્યંત હ્રદયસ્પર્શી છે.આ દુ:ખદ અકસ્માતથી પ્રભાવિત નાગરિકો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. ઇજાગ્રસ્તોને યોગ્ય સારવાર આપવા અને અસરગ્રસ્ત લોકોને તમામ શક્ય સહાય માટે સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી છે.

પૂર્વ મુખ્યમંત્રી અશોક ગહેલોતે દુ:ખ વ્યક્ત કર્યું

પૂર્વ મુખ્યમંત્રી અશોક ગહેલોતે આ ઘટના પર દુ:ખ વ્યક્ત કરતા કહ્યું કે લોકોને જલદી સ્વાસ્થ્ય લાભ મળે.

આ સમાચાર શેર કરો