મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

મહારાષ્ટ્રમાં ઔરંગાબાદ-ઉસ્માનાબાદના નામ બદલાઈ જશે, સુપ્રીમે સરકારના આદેશને પડકારતી અરજી ફગાવી

સુપ્રીમ કોર્ટે શુક્રવારે (2 ઓગસ્ટ) મહારાષ્ટ્ર સરકારના બે શહેરોના નામ

મહારાષ્ટ્રમાં ઔરંગાબાદ-ઉસ્માનાબાદના નામ બદલાઈ જશે, સુપ્રીમે સરકારના આદેશને પડકારતી અરજી ફગાવી

સુપ્રીમ કોર્ટે શુક્રવારે (2 ઓગસ્ટ)  મહારાષ્ટ્ર સરકારના બે શહેરોના નામ બદલવાના નિર્ણયને લીલી ઝંડી આપી દીધી છે. મહારાષ્ટ્ર સરકારે ઔરંગાબાદનું નામ બદલીને છત્રપતિ સંભાજી નગર અને ઉસ્માનાબાદનું નામ બદલીને ધારાશિવ કરવાનું જાહેર કર્યું હતું. નામ બદલવા સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે અરજદારની અરજી ફગાવી દીધી છે. 

જણાવી દઈએ કે મહારાષ્ટ્ર સરકારના ઔરંગાબાદ તેમજ ઉસ્માનાબાદ શહેરનું નામ બદવાના નિર્ણયને અરજદારોએ બોમ્બે હાઈકોર્ટમાં પડકાર્યો હતો. બોમ્બે હાઈકોર્ટે રાજ્યસરકારના નિર્ણયમાં કોઈ પણ કાનૂની પડકાર જોવા મળ્યો નહોતો અને સરકારના નિર્ણયને સમર્થન આપ્યું હતું. આ પછી અરજદારો હાઈકોર્ટના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા. તેમને આશા હતી કે સુપ્રીમ કોર્ટનો નિર્ણય તેમની તરફેણમાં આવશે. પરંતુ આવું ન થયું. સુપ્રીમે અરજદારોની અરજી ફગાવી દીધી. અને મહારાષ્ટ્ર સરકારના નિર્ણયને લીલી ઝંડી આપી દીધી.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે નામ બદલવું એ સરકારનો અધિકાર છે. તેને ન્યાયિક સમીક્ષાની જરૂર નથી. તમારી વાત સાંભળ્યા બાદ જ હાઈકોર્ટે વિગતવાર આદેશ આપ્યો હતો. તેમાં અમે દખલ નહીં કરીએ. અગાઉ 8 મેના રોજ હાઈકોર્ટે ઔરંગાબાદનું નામ બદલીને છત્રપતિ સંભાજી નગર અને ઉસ્માનાબાદનું નામ બદલીને ધારાશિવ કરવાના રાજ્ય સરકારના નિર્ણયને માન્ય રાખ્યો હતો.

આ સમાચાર શેર કરો