OTT પ્લેટફોર્મ પર અશ્લીલ કન્ટેન્ટ મુદ્દે સુપ્રીમની સખ્તાઈ, સરકાર પાસે 4 સપ્તાહમાં જવાબ માંગ્યો
સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ઓનલાઈન પ્લેટફોર્મ્સ પર અશ્લીલ કન્ટેન્ટ પર નજર રાખવા મા

સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ઓનલાઈન પ્લેટફોર્મ્સ પર અશ્લીલ કન્ટેન્ટ પર નજર રાખવા માટે સ્વતંત્ર સંસ્થા બનાવવાની જરૂર છે. ચીફ જસ્ટિસે કહ્યું છે કે અભિવ્યક્તિની સ્વતંત્રતા એક અધિકાર છે પણ તે વિકૃતિ ફેલાવવાનું કારણ ન બની શકે. જો કોઈ કાર્યક્રમમાં એડલ્ટ કન્ટેન્ટ છે તો પહેલેથી જ ચેતવણી આપવી જોઈએ.
આશ્ચર્યની વાત છે કે આ પ્લેટફોર્મ માટે કોઈ નિયમ જ નથી: સુપ્રીમ કોર્ટ
ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ નામના શોમાં અશ્લીલ કન્ટેન્ટને લઈને થયેલી FIR વિરુદ્ધ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. આ અરજી સુનાવણી દરમિયાન એટોર્ની જનરલ આર. વેંકટમણિ અને સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને જણાવ્યું છે કે કેન્દ્ર સરકાર આ મામલે નવા દિશા નિર્દેશ તૈયાર કરી રહી છે જેના માટે ચર્ચા વિચારણા ચાલુ છે. ચીફ જસ્ટિસે પૂછ્યું કે આશ્ચર્યની વાત છે કે આવા કન્ટેન્ટ ક્રિએટર્સ માટે કોઈ નિયમો જ નથી? હું પોતાની જ ચેનલ બનાવું અને પછી તેમાં પ્રકાશિત થતાં કન્ટેન્ટ પ્રત્યે જવાબદાર ન રહું? આવું તો કેવી રીતે ચાલે? કોઈને કોઈની તો જવાબદારી નક્કી કરવી જ પડશે.
સરકારને આપ્યો 4 સપ્તાહનો સમય
વિવિધ OTT પ્લેટફોર્મ દ્વારા એવી દલીલ કરાઈ કે હાલ તેઓ સ્વેચ્છાએ ડિજિટલ મીડિયા આચાર સંહિતાનું પાલન કરે છે. જેના પર કોર્ટે કહ્યું કે સ્વયંભૂ સંસ્થાઓથી કામ નહીં ચાલે. એક તટસ્થ અને સ્વતંત્ર સંસ્થાની જરૂર છે. જે સરકારન પ્રભાવથી પણ મુક્ત હોય. CJIએ વધુમાં કહ્યું કે શોમાં ચેતવણી અને ડિસ્ક્લેમર પણ પ્રભાવી રૂપે દર્શાવાતું નથી. ઉંમરના વેરિફિકેશન માટે પણ સિસ્ટમની જરૂર છે.
સોશિયલ મીડિયા અને OTT પ્લેટફોર્મ પર અશ્લીલ કન્ટેન્ટ મુદ્દે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે 4 સપ્તાહમાં જવાબ માંગ્યો છે.






