મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

કમાણી માટે બીજાની મજાક ના ઉડાવી શકો, જાહેરમાં માફી માંગો', સમય રૈના સહિત 5 કોમેડિયનોને સુપ્રીમની ફિટકાર

સુપ્રીમ કોર્ટે સમય રૈનાના કેસમાં સુનાવણી કરતાં કહ્યું કે, પૈસા કમાવવાના હેતુથી કોઈની પણ મજા

કમાણી માટે બીજાની મજાક ના ઉડાવી શકો, જાહેરમાં માફી માંગો', સમય રૈના સહિત 5 કોમેડિયનોને સુપ્રીમની ફિટકાર

સુપ્રીમ કોર્ટે  સમય રૈનાના કેસમાં સુનાવણી કરતાં કહ્યું કે, પૈસા કમાવવાના હેતુથી કોઈની પણ મજાક ઉડાવવાની આઝાદી ના આપી શકાય. અને તેને અભિવ્યક્તિની સ્વતંત્રતા હેઠળ સુરક્ષિત રાખી શકાતી નથી. કોર્ટે આ મામલે કડક ટિપ્પણી કરતા કહ્યું કે, તમે તમારી સ્પીચનું વ્યાપારીકરણ કરી રહ્યા છો, ત્યારે તમે તેના દ્વારા કોઈપણ સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચાડી ના શકો. સર્વોચ્ચ અદાલતે હાસ્ય કલાકાર સમય રૈના અને અન્ય હાસ્ય કલાકારોને દિવ્યાંગોની  મજાક ઉડાવવા બદલ સખત ઠપકો આપ્યો હતો.

જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમલ્યા બાગચીની બેન્ચ ક્યોર એસએમએ ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયા દ્વારા દાખલ કરાયેલી અરજીની સુનાવણી કરી રહી હતી, જે સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફીથી પ્રભાવિત દર્દીઓ અને પરિવારોને મદદ કરે છે. અરજીમાં કોર્ટનું ધ્યાન અપંગ વ્યક્તિઓની મજાક ઉડાવતા જોક્સ તરફ દોરવામાં આવ્યું હતું. કોર્ટ દ્વારા જે હાસ્ય કલાકારોની ટીકા કરવામાં આવી છે તેમાં સમય રૈના, વિપુન ગોયલ, બલરાજ પરમજીત સિંહ ઘાઈ, સોનાલી ઠક્કર અને નિશાંત જગદીશ તંવરનો સમાવેશ થાય છે.

અરજીમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે, આ હાસ્ય કલાકારોએ તેમના શોમાં દિવ્યાંગ અને દુર્લભ બીમારીઓની મજાક ઉડાવી છે, જેનાથી પીડિતોની ભાવનાઓને ઠેસ પહોંચી છે. કોર્ટે દિવ્યાંગો અને દુર્લભ રોગોથી પીડિત વ્યક્તિઓની મજાક ઉડાવતા અસંવેદનશીલ ટુચકાઓ કહેવા બદલ તેમને બિનશરતી માફી માંગવાનો નિર્દેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે તેના આદેશમાં કહ્યું હતું કે દરેક વ્યક્તિની ગરિમાનું રક્ષણ કરવું જોઈએ.

આ અરજીને ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ વિવાદ સંબંધિત કેસ સાથે જોડવામાં આવી હતી, જેમાં યુટ્યુબર રણવીર અલ્હાબાદિયા સામે આરોપો મૂકવામાં આવ્યા હતા. ફાઉન્ડેશન તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અપરાજિતા સિંહે કહ્યું કે "સદ્ભાવની જીત થઈ છે. " અને બધા હાસ્ય કલાકારોએ માફી માંગી છે. કોર્ટે આ કલાકારોને તેમની ચેનલ પર માફી પ્રસારિત કરવા કહ્યું છે.

આ સમાચાર શેર કરો