'હું એક ફિલ્મ સ્ટાર છું તે ઠગ...', 200 કરોડની ઠગાઈ મામલે જેકલીનની દલીલો ફગાવીઃ સુપ્રીમે આપ્યો ઝટકો
અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝને દિલ્હી હાઈકોર્ટ બાદ હવે સુકેશ ચંદ્રશેખર સાથે સંકળાયેલા

અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝને દિલ્હી હાઈકોર્ટ બાદ હવે સુકેશ ચંદ્રશેખર સાથે સંકળાયેલા 200 કરોડના છેતરપિંડીના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે PMLA કેસ રદ કરવાની તેની અરજી પર સુનાવણી કરવાની ના પાડી. આ કેસની સુનાવણીમાં જેકલીન ફર્નાન્ડીઝે તેના ફિલ્મ સ્ટાર તરીકેના દરજ્જાનો પણ ઉલ્લેખ કર્યો હતો. પરંતુ સુપ્રીમ કોર્ટે આ કેસમાં કોઈ રાહત આપવાનો ઇનકાર કરતા કહ્યું હતું કે, "હમણાં નહીં; અરજદારે યોગ્ય તબક્કે ફરીથી કોર્ટનો સંપર્ક કરવો.
વકીલ સુમીર સોઢી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં જેકલીન ફર્નાન્ડીઝે 3 જુલાઈના રોજ હાઇકોર્ટના આદેશને પડકાર્યો હતો. ED દ્વારા દાખલ કરાયેલ મની લોન્ડરિંગ કેસ રદ કરવાની તેની અરજી ફગાવી દેવામાં આવી હતી. ફર્નાન્ડીઝ સુકેશ ચંદ્રશેખર સામે દાખલ કરાયેલા મની લોન્ડરિંગ કેસમાં આરોપી છે અને તપાસ સંદર્ભે પૂછપરછ માટે ED સમક્ષ હાજર થઈ હતી. દિલ્હી પોલીસે ચંદ્રશેખર પર રેનબેક્સીના ભૂતપૂર્વ પ્રમોટરો શિવિન્દર સિંહ અને માલવિન્દર સિંહની પત્નીઓ સાથે ₹200 કરોડની છેતરપિંડીનો આરોપ મૂક્યો છે.
કોર્ટમાં પોતાનો કેસ રજૂ કરતાં, જેકલીને બધા આરોપોને નકારી કાઢ્યા હતા અને કહ્યું હતું કે તેમને સુકેશ ચંદ્રશેખરના ગુનાહિત ઇતિહાસ વિશે કોઈ જાણકારી નથી. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે ED દ્વારા તેમની સામે કરાયેલી કાર્યવાહી દુર્ભાવનાપૂર્ણ હતી અને તે નિર્દોષ છે.
સુપ્રીમ કોર્ટે શું કહ્યું
સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશ દીપાંકર દત્તાએ કહ્યું, "આરોપ એ છે કે તમને ₹200 કરોડનો એક હિસ્સો ગીફ્ટ તરીકે મળ્યો હતો. અમે આ વાતની સરાહના કરીએ છીએ કે, કાયદો એવો છે કે કોઈપણ તેમાં સામેલ થઈ શકે છે. બે ખૂબ જ નજીકના મિત્રો જો એક મિત્ર બીજા મિત્રને કંઈક આપે છે. પછી તે કોઈક ગુનો કરે છે. આ ખુબ જ મુશ્કેલ છે. અમે કહીએ છીએ કે સુપ્રીમ કોર્ટે વિજય મદનલાલ ચુકાદામાં આનો વિચાર કર્યો છે.






