મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં સુપ્રીમ કોર્ટે BRS નેતા કવિતાને આપ્યા જામીન

એક્સાઇઝ પોલિસી કેસમાં સુપ્રીમ કોર્ટે BRS નેતા કવિતાને જામીન આપી દીધા છે. સુપ્રીમ

દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં સુપ્રીમ કોર્ટે BRS નેતા કવિતાને આપ્યા જામીન

એક્સાઇઝ પોલિસી કેસમાં સુપ્રીમ કોર્ટે BRS નેતા કવિતાને જામીન આપી દીધા છે. સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઈકોર્ટના એ આદેશને ફગાવી દીધો, જેમાં તેની જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે દરેકને 10 લાખ રૂપિયાના જામીન બોન્ડ આપવા, સાક્ષીઓ સાથે છેડછાડ ન કરવા અને સાક્ષીઓને પ્રભાવિત ન કરવા નિર્દેશ આપ્યો છે.

કોર્ટે તેમને બંને કેસમાં 10-10 લાખના બોન્ડ પર જામીન આપ્યા છે. કે. કવિતાએ પોતાનો પાસપોર્ટ નીચલી કોર્ટમાં જમા કરાવવો પડશે. તેણીને જામીન આપતાં કોર્ટે કહ્યું કે, એવું ના કહી શકાય કે તેણી શિક્ષિત છે અથવા ધારાસભ્ય અથવા સાંસદ છે, તેથી તેને પીએમએલએ કાયદાની જોગવાઈઓના લાભોથી વંચિત રાખવામાં આવી શકે છે.

સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે પુરાવા એકત્ર કરવામાં આવ્યા છે પરંતુ ટ્રાયલમાં સમય લાગશે. જામીન આપવાનો ઇનકાર કરતો હાઇકોર્ટનો આદેશ જામીનના કાયદાકીય સિદ્ધાંતોને નકારી કાઢે છે.

સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા બાદ, BRS પાર્ટીના સદસ્ય કૃષાંકે પોસ્ટ કર્યું કે, 164 દિવસ જેલમાં રહ્યા. કોઈ પુરાવા રજૂ ના કરી શકાયા, તેમના પર લગાવેલા ખોટા આરોપો પણ સાબિત કરી શકાયા નથઈ. ભાજપ હારી, કવિતા જીતી ગઈ. સુપ્રીમ કોર્ટનો આભાર.
 
જણાવી દઈએ કે કવિતાને લઈને EDએ દાવો કર્યો હતો કે, આમ આદમી પાર્ટીના નેતાઓ માટે વિજય નાયર અને અન્યને 'સાઉથ ગ્રુપ' એ 100 કરોડ રૂપિયાની લાંચ આપી હતી. કવિતા આ 'સાઉથ ગ્રુપ' નો એક ભાગ હતી. આ જૂથમાં દક્ષિણના રાજકારણીઓ, અમલદારો અને ઉદ્યોગપતિઓનો સમાવેશ થાય છે. ED અનુસાર, કે કવિતા 19-20 માર્ચ 2021ના રોજ આરોપી વિજય નાયરને મળી હતી. ED દ્વારા આ વર્ષે 15 માર્ચે કવિતાની હૈદરાબાદથી ધરપકડ કરવામાં આવી હતી.

આ સમાચાર શેર કરો