કેજરીવાલને સુપ્રીમે આપ્યા જામીન, 6 મહિના બાદ આવશે જેલથી બહાર
કેજરીવાલને સુપ્રીમે આપ્યા જામીન આપી દીધા છે. દિલ્હી શરાબ કૌભાંડમાં કેજરીવાલ

કેજરીવાલને સુપ્રીમે આપ્યા જામીન આપી દીધા છે. દિલ્હી શરાબ કૌભાંડમાં કેજરીવાલ છેલ્લા 6 મહિનાથી જેલમાં હતા. જસ્ટિસ ઉજ્જવલ ભૂઈયાએ 10-10 લાખ રૂપિયાની બે જામીનની વાત કરી છે. આ કેસ મુદ્દે કોઈ ટિપ્પણી ન કરવા જણાવ્યું હતું. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશે કહ્યું કે, આ કેસમાં કેજરીવાલે તપાસાં પૂરો સહકાર આપવો.
સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, અમે નિયમિત જામીનના પ્રશ્ન પર ચર્ચા કરી છે. ઘણા નિર્ણયોમાં કોઈને સુનાવણી વિના લાંબા સમય સુધી અટકાયતમાં રાખવા ખોટું માનવામાં આવે છે. આવું ત્યારે જ થઈ શકે જ્યારે વ્યક્તિના બહાર આવવાથી કેસ અથવા સમાજને કોઈ નુકસાન થવાની સંભાવના હોય. આ કેસમાં મોટી સંખ્યામાં આરોપીઓ, સાક્ષીઓ અને દસ્તાવેજો છે. કેસમાં સમય લાગશે એટલે જામીન પર મુક્ત થવાનો આધાર છે.
પોતાના નિર્ણયમાં જસ્ટિસ ભૂઈયાંએ સીબીઆઈ દ્વારા દિલ્હીના મુખ્યમંત્રીની ધરપકડ કરવાના સમય અને રીત પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું, "અસહકારનો અર્થ પોતાને દોષિત ઠેરવવો ન હોઈ શકે, આ આધારે સીબીઆઈ દ્વારા કેજરીવાલની ધરપકડ અસ્વીકાર્ય છે.
કેજરીવાલને જામીન મળતા આમ આદમી પાર્ટીએ મીઠાઈ વહેંચીને ઉજવણી કરી હતી.
ઇડીએ કેજરીવાલની 21 માર્ચે ધરપકડ કરી હતી. 190 દિવસની પૂછપરછ બાદ 1 એપ્રિલે તિહાડ જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા. 10 મેના રોજ 21 દિવસ માટે ચૂંટણીના પ્રચાર માટે છોડવામાં આવ્યા હતા. આ મુક્તિ 51 દિવસ જેલમાં રહ્યા બાદ મળી હતી. સુપ્રીમ કોર્ટે કેજરીવાલની એક જૂન સુધી છોડવાની મંજૂરી આપી હતી, ત્યારબાદ 2 જૂને કેજરીવાલે તિહાડ જેલમાં સરેન્ડર કર્યું હતું. આજે 13 સપ્ટેમ્બરે કેજરીવાલને મુક્તિ મળી છે, એટલે અરવિંદ કેજરીવાલે કુલ 177 દિવસ જેલમાં વિતાવ્યા છે, જો 21 દિવસની મુક્તિને બાદ કરીએ તો કેજરીવાલે કુલ 156 દિવસ જેલમાં વિતાવ્યા છે.
CBIએ 26 જૂને કેજરીવાલની ધરપકડ કરી હતી. દિલ્હીના મુખ્યમંત્રીએ આ ધરપકડને ગેરકાયદે ગણાવીને જામીન અરજી દાખલ કરી હતી. 5 સપ્ટેમ્બરે છેલ્લી સુનાવણીમાં કોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. બે તપાસ એજન્સીઓ (ED અને CBI)એ કેજરીવાલ સામે કેસ નોંધ્યો છે. દિલ્હીના CMને ED કેસમાં 12 જુલાઈએ સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળી ગયા હતા. આજે CBI કેસમાં જામીન મળી જતાં તેઓ 156 દિવસ બાદ જેલમાંથી બહાર આવશે.
નોંધનીય છે કે, દિલ્હીના પૂર્વ ડેપ્યુટી CM મનીષ સિસોદિયાને નવમી ઓગસ્ટે સુપ્રીમ કોર્ટે રાહત આપી હતી. 17 મહિના બાદ સિસોદિયા જેલમાંથી જામીન પર બહાર આવ્યા હતા. કથિત દારૂ નીતિ કૌભાંડ કેસમાં ટ્રાયલ શરૂ થવામાં વિલંબના કારણે સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા હતા.
કેજરીવાલની જામીન પર હરિયાણા એંગલ
દિલ્હીની બાજુના રાજ્ય હરિયાણામાં 5 ઓક્ટોબરે વિધાનસભાની ચૂંટણી થવાની છે. આમ આદમી પાર્ટી હરિયાણામાં તમામ સીટ પર ચૂંટણી લડી રહી છે. કોંગ્રેસ સાથે તેનું ગઠબંધન થઈ શક્યું નથી. જો કેજરીવાલને જામીન મળતા હવે તે હરિયાણા ચૂંટણી પ્રચારમાં ઉતરશે. જેનાથી આમ આદમી પાર્ટીને ફાયદો થઈ શકે છે. રાજકારણના જાણકાર અનુસાર, કેજરીવાલની જામીનથી ભાજપને નુકસાન ઓછું અને ફાયદો વધારે થશે. અરવિંદ કેજરીવાલના બહાર આવવાથી કોંગ્રેસને નુકસાન થઈ શકે છે, કારણકે ભાજપની વિરૂદ્ધ વોટર્સ કોંગ્રેસ અને આપમાં વહેંચાઈ જશે. એવામાં કેજરીવાલની જામીનનો પ્રભાવ હરિયાણામાં જોવા મળી શકે છે.








