મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'મહિલા સાથે આવું વર્તન કરતાં શરમ નથી આવતી?' સ્વાતિ માલીવાલ કેસમાં વિભવ કુમારને સુપ્રીમ કોર્ટે લગાવી ફટકાર

આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ સાથે મારપીટ મામલે મુખ્યમંત્રી કેજરીવાલના PA

'મહિલા સાથે આવું વર્તન કરતાં શરમ નથી આવતી?' સ્વાતિ માલીવાલ કેસમાં વિભવ કુમારને સુપ્રીમ કોર્ટે લગાવી ફટકાર

આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ સાથે મારપીટ મામલે મુખ્યમંત્રી કેજરીવાલના PA વિભવ કુમારની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઇ હતી. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે આવા વ્યવહાર પર શરમ આવે છે કે મહિલા સાથે બળજબરી કરવામાં આવી.

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સહયોગી વિભ કુમાર દ્વારા દાખલ જામીન અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઇ હતી. વિભવ પર AAPના સાંસદ સ્વાતિ માલીવાલ પર હુમલો કરવાનો આરોપ છે.

સુપ્રીમ કોર્ટે વિભવ કુમારને લગાવી ફટકાર

સ્વાતિ માલીવાલ મારપીટ કેસમાં જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતા ધરાવતી બેન્ચ સામે સુનાવણી દરમિયાન કોર્ટે વિભવ કુમારને ફટકાર લગાવી હતી. કોર્ટે કહ્યું કે, શું CM આવાસ ગુંડા રાખવા માટે છે? વિભવ કુમારે ગુંડાની જેમ કામ કર્યું અને મુખ્યમંત્રીના ઓફિશિયલ ઘરમાં ઘુસ્યો હતો, તેને ત્યારે પણ મહિલા પર હુમલો કર્યો જ્યારે તેને પોતાની શારીરિક સ્થિતિ જણાવી હતી. કોર્ટે પૂછ્યુ કે એક મહિલા પર હુમલો કરતા શું તેને શરમ ના આવી?

અભિષેક મનુ સિંઘવીએ વિભવ તરફથી દલીલ રજૂ કરતા કહ્યું કે, FIR ત્રણ દિવસ બાદ નોંધવામાં આવી હતી. માલીવાલ પોલીસ સ્ટેશને ગઇ પરંતુ ફરિયાદ વગર પરત ફરી હતી. કોર્ટે ચાર્જશીટ વિશે પૂછ્યું તો અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે જે આદેશને અમે પડકાર્યો હતો તે બાદ ચાર્જશીટ દાખલ થઇ છે.

સિંઘવીએ હત્યાના બે કેસમાં આરોપીને જામીન મળવાનો હવાલો આપ્યો તો જસ્ટિસ સૂર્યકાંતે કહ્યું, 'અમને આ કેસનો હવાલો ના આપો, કારણ કે અહીં કઇ રીતે ઘટનાક્રમ થયો તે અમારી ચિંતાનું કારમ છે. તમને એક મહિલા સાથે આવો વ્યવહાર કરતા શરમ નથી આવી? અમે કોન્ટ્રાક્ટ કિલર, હત્યારાને પણ જામીન આપીએ છીએ પરંતુ આ ઘટનામાં કઇ રીતની નૈતિક દ્રઢતા છે?'

સિંઘવીએ કહ્યું કે પ્રથમ દિવસે તે (પોલીસ પાસે) ગયા પણ કોઇ ફરિયાદ કરી નહતી પરંતુ પછી ત્રણ દિવસ બાદ ફરિયાદ નોંધાવી. જસ્ટિસ સૂર્યકાંતે પૂછ્યું કે શું માલીવાલે 112 પર કોલ કર્યો? જો હાં તો તમારા દાવા ખોટા સાબિત કરે છે કે તેને ખોટી વાર્તા રચી. સિંઘવીએ માન્યુ કે તે મુખ્યમંત્રી આવાસ પર ગયા હતા. કોર્ટે કડક વલણ અપનાવતા દિલ્હી પોલીસને નોટિસ ફટકારી વિભવની જામીન અરજી પર જવાબ માંગ્યો છે. આ કેસની વધુ સુનાવણી 7 ઓગસ્ટે થશે.

શું છે સ્વાતિ માલીવાલ મારપીટ કેસ?

  • અરવિંદ કેજરીવાલના સહયોગી વિભવ કુમાર પર AAPના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ પર 13 મેએ મુખ્યમંત્રી આવાસ પર મારપીટનો આરોપ છે. સ્વાતિ માલીવાલ સાથે મારપીટ મામલે દિલ્હી પોલીસે 16 મેએ ફરિયાદ નોંધી હતી.
  •  સ્વાતિએ દાવો કર્યો હતો કે તે કેજરીવાલને મળવા તેમના ઘરે ગયા હતા. ત્યા વિભવે તેમને મુખ્યમંત્રીને મળતા રોક્યા હતા અને મારપીટ કરી હતી. વિભવે 7-8 થપ્પડ મારી હતી. પેટ અને પ્રાઇવેટ પાર્ટ પર લાત મારી હતી અને તે બાદ તેના શર્ટનું બટન તૂટી ગયું હતું.
  •  માલીવાલ અનુસાર, તેના કપડા ખુલી ગયા હતા પરંતુ વિભવે મારવાનું છોડ્યું નહતું. વિભવે તેનું માથુ ટેબલ પર પટક્યું હતું. કેજરીવાલ ઘરે જ હતા પરંતુ છતાં પણ કોઇ મદદ માટે આવ્યા નહતા.

આ સમાચાર શેર કરો