મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: સુકના: હેરિટેજ સ્ટેશન પર 'ટોય ટ્રેન ડે'ની ઉજવણી, પ્રવાસનને વેગ

પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ સ્થિત સુકના હેરિટેજ રેલ્વે સ્ટેશન ખાતે આજે 'ટોય ટ્રેન ડે'

તસવીર: gstv

પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ સ્થિત સુકના હેરિટેજ રેલ્વે સ્ટેશન ખાતે આજે 'ટોય ટ્રેન ડે'ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન પામેલી પ્રખ્યાત દાર્જિલિંગ હિમાલયન રેલ્વે ને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે આ ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અનેક સ્થાનિક લોકો, રેલ્વે પ્રેમીઓ અને પ્રવાસીઓ મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. કાર્યક્રમ દરમિયાન ટોય ટ્રેનનો ભવ્ય ઈતિહાસ અને તેની સાંસ્કૃતિક મહત્વતા વિશે માહિતી આપવામાં આવી હતી. ટ્રેન દ્વારા પહાડોની સફરનો અનુભવ લેવા માટે પ્રવાસીઓને આકર્ષવા માટે વિવિધ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ અને પ્રદર્શનો યોજાયા હતા. રેલ્વે અધિકારીઓએ જણાવ્યું હતું કે આ પ્રકારના આયોજનોનો મુખ્ય હેતુ આ ઐતિહાસિક હેરિટેજને જીવંત રાખવાનો અને પર્યટનને વધુ વેગ આપવાનો છે. સજાવેલા એન્જિન અને જૂની કોચ જોઈને ઉપસ્થિત લોકો આનંદિત થઈ ગયા હતા, જેણે સુકના સ્ટેશનને ઉત્સવના માહોલમાં ફેરવી દીધું હતું.

આ સમાચાર શેર કરો