મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO:અમદાવાદની હેરિટેજ ઓળખ બચાવવા AMCનો મોટો નિર્ણય, HIA હવે ફરજિયાત

અમદાવાદની વર્લ્ડ હેરિટેજ ઓળખ જાળવવા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહત્વનો નિર્ણ

અમદાવાદની વર્લ્ડ હેરિટેજ ઓળખ જાળવવા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે. હવે વોલ સિટી અને તેના ૨૦૦ મીટરના બફર ઝોનમાં કોઈપણ સરકારી કે ખાનગી ડેવલપમેન્ટ માટે હેરિટેજ ઇમ્પેક્ટ અસેસમેન્ટ ફરજિયાત બનશે. માર્ચ ૨૦૨૬માં યુનેસ્કોની ટીમની મુલાકાત બાદ તંત્રએ આ કડક વલણ અપનાવ્યું છે. HIA મંજૂરી વિના નવા પ્રોજેક્ટ્સ કે રિનોવેશનને પરવાનગી નહીં મળે. ૬ ચોરસ કિમીના વિસ્તારમાં ઇમારતોની ઊંચાઈ અને ઢાંચામાં એકરૂપતા જળવાય તે માટે એક્સપર્ટ્સની પેનલ બનાવવામાં આવશે. હાલ આવા તમામ કામો પર બ્રેક લગાવી નવી પોલિસીને આખરી ઓપ અપાઈ રહ્યો છે.

આ સમાચાર શેર કરો