Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : The five storied leaning building was safely demolished by Jaipur Nagar Nigam Heritage

VIDEO: જયપુર નગર નિગમ હેરિટેજ દ્વારા પાંચ માળની નમેલી ઇમારતને સુરક્ષિત રીતે તોડી પાડવામાં આવી

Timeછેલ્લું અપડેટ : 05 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

રાજસ્થાનના જયપુરમાં રામગંજના ચીતા વાલા મહોલ્લા વિસ્તારમાં એક મોટી દુર્ઘટના ટળી છે. જયપુર નગર નિગમ હેરિટેજ દ્વારા આ વિસ્તારમાં આવેલી એક પાંચ માળની નમેલી ઇમારતને સુરક્ષિત રીતે તોડી પાડવામાં આવી છે. આ ગેરકાયદેસર અને જર્જરિત ઇમારત એક તરફ નમી ગઈ હોવાથી સ્થાનિક રહીશોના જીવ તાળવે ચોંટ્યા હતા અને મોટો ખતરો ઉભો થયો હતો. વહીવટીતંત્રે સાવચેતીના પગલાં રૂપે આસપાસનો વિસ્તાર ખાલી કરાવ્યો હતો અને ભારે ક્રેન તથા જેસીબી મશીનોની મદદથી ડિમોલિશનની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી. આ હાઈ-પ્રોફાઈલ ઓપરેશન દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ઘટનાસ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો.

App Store
ટોપિક્સ:gstvgstv newsjaipur