મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સોમનાથ મંદિરના ભવ્ય વારસાના 75 વર્ષ, સેવન્ટી ફાઈવ યર્સ ઓફ હેરિટેજની થીમ પર વિશેષ ઉજવણીનું આયોજન

સોમનાથ મંદિરના ભવ્ય વારસાના ૭૫ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, જે અંતર્ગત સમગ્ર સોમનાથમાં સેવન્ટી ફાઈવ યર્સ

સોમનાથ મંદિરના ભવ્ય વારસાના ૭૫ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, જે અંતર્ગત સમગ્ર સોમનાથમાં સેવન્ટી ફાઈવ યર્સ ઓફ હેરિટેજ ની થીમ પર વિશેષ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઐતિહાસિક અવસરની ગરિમા વધારવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ ઉપસ્થિત રહેવાના છે. તેઓ આ કાર્યક્રમમાં સહભાગી થશે. ત્યારે આ ઉજવણી થકી સોમનાથ મંદિરના પુનઃનિર્માણ બાદના ગૌરવશાળી ઈતિહાસ અને સાંસ્કૃતિક મહત્વને ઉજાગર કરવાનો એક પ્રયાસ થઈ રહ્યો છે. ભક્તો અને પ્રવાસીઓ માટે આ એક સ્મરણીય ક્ષણ બની રહેશે, જે ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિક વારસાના જતનની પ્રતીતિ કરાવશે. સોમનાથ ટ્રસ્ટ અને સ્થાનિક જનતા આ હેરિટેજ મહોત્સવને સફળ બનાવવા ઉત્સાહભેર તૈયારીઓ કરી રહ્યા છે.

આ સમાચાર શેર કરો