Video: નોઈડા STF અને દિલ્હી પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં સફળતા

સોર્સ: gstv

ઉત્તર પ્રદેશના બુલંદશહેર જિલ્લાના સિકંદરાબાદ વિસ્તારમાં નોઈડા સ્પેશિયલ ટાસ્ક ફોર્સ અને દિલ્હી પોલીસની સંયુક્ત ટીમ સાથે થયેલી અથડામણમાં કુખ્યાત ગેંગસ્ટર નસીમ દુરાની ઠાર મરાયો છે. અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમની ડી-કંપની સિન્ડિકેટ સાથે કથિત રીતે જોડાયેલા આ ગેંગસ્ટરની લાંબા સમયથી પોલીસને તલાશ હતી. ચોક્કસ બાતમીના આધારે સંયુક્ત ટીમે સિકંદરાબાદમાં ઘેરાબંધી કરતા નસીમે પોલીસ પર ફાયરિંગ કર્યું હતું, જેના વળતા જવાબમાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો અને બાદમાં તેનું મોત નીપજ્યું હતું. પોલીસની આ મોટી કાર્યવાહીથી અપરાધી જગતમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત