Video: નોઈડામાં ખાનગી બેન્ક્વેટ હોલમાં આગ લાગતા ફાયર વિભાગ દોડતું થયું

ઉત્તર પ્રદેશના નોઈડામાં એક ખાનગી બેન્ક્વેટ હોલમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ લાગતા જ સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની અનેક ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડના જવાનો દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આગ કયા કારણોસર લાગી તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. ઘટનામાં જાનહાનિ કે નુકસાન અંગેની વિગતોની રાહ જોવાઈ રહી છે.
જાહેરાત






