મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'સાંસદોના પગાર અને ભથ્થા બંધ કરો, ખર્ચ વસૂલો', સંસદ સત્ર સરખું ન ચાલતા સાંસદે કરી આ માંગ

લોકસભામાં ચોમાસુ સત્ર દરમિયાન ચર્ચા માટે ૧૨૦ કલાક નક્કી કરવામાં આવ્યા હતા, પરંતુ ફક્ત ૩૭

'સાંસદોના પગાર અને ભથ્થા બંધ કરો, ખર્ચ વસૂલો', સંસદ સત્ર સરખું ન ચાલતા સાંસદે કરી આ માંગ

લોકસભામાં ચોમાસુ સત્ર દરમિયાન ચર્ચા માટે ૧૨૦ કલાક નક્કી કરવામાં આવ્યા હતા, પરંતુ ફક્ત ૩૭ કલાક જ ચર્ચા થઈ શકી. આમાંનો મોટો ભાગ ઓપરેશન સિંદૂર પર ચર્ચા માટે હતો. પરંતુ આ સમગ્ર સમય દરમિયાન બબાલ જ થઈ, જેના લીધે નવા - સંશોધિત બિલો પૂરતી ચર્ચા વિના પસાર થઈ ગયા. ગૃહની કાર્યવાહી જોતાં દમણ અને દીવના સ્વતંત્ર સાંસદે એવી માંગણી કરી છે જેનાથી તેઓ ચર્ચામાં આવ્યા છે.

કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દીવના સ્વતંત્ર સાંસદ ઉમેશ પટેલે સંસદ ભવનના પરિસરમાં બેનર સાથે વિરોધ કર્યો હતો. ઉમેશ પટેલે કહ્યું કે, જો સંસદ ભવન કાર્યરત ન રહ્યું હોત તો સાસંદોને પગાર શેના માટે આપવો જોઈએ. અન્ય મળતા ભથ્થા પણ બંધ થવા જોઈએ.

ઉમેશ પટેલે શું કહ્યું?

ઉમેશ પટેલે કહ્યું કે, ચોમાસુ સત્ર દરમિયાન ગૃહ કાર્યરત ન હોય તો તેના ખર્ચના પૈસા સાંસદોના પગારમાંથી કાપવા જોઈએ. ઉમેશ પટેલ લોકસભામાં એક બેનર લઈને પહોંચ્યા હતા. આ બેનરમાં લખ્યું હતું કે, "માફી માગો, શાસક પક્ષ અને વિપક્ષ માફી માંગે". તેમણે સરકારને વિનંતી સાથે માગણી પણ કરી કે જો ગૃહ કાર્યરત ન હોય તો સાંસદોને પગાર અને અન્ય લાભો ન મળવા જોઈએ. સાથે એવી પણ માગ કરી કે, આ સત્ર દરમિયાન બબાલને લીધે થયેલો વધારાનો ખર્ચ સાંસદોના ખિસ્સામાંથી વસૂલવો જોઈએ. જો સત્ર ચાલ્યું જ નથી તો લોકો એનો ખર્ચ શું કરવા ભોગવે?

ઉમેશે અગાઉ પણ આવી માંગણી ઉઠાવી છે

લગભગ બે અઠવાડિયા પહેલા પણ ઉમેશ પટેલે કહ્યું હતું કે, ગૃહની કાર્યવાહી થાય કે ન થાય પરંતુ સાંસદોને ભથ્થું મળે છે, પરંતુ લોકોનું કામ થતું નથી. શાસક અને વિપક્ષ બંનેના અહંકારને કારણે ગૃહનું કાર્ય યોગ્ય રીતે થતું નથી. વિપક્ષે આ બાબતે સરકારને દોષી ઠેરાવી હતી. 

આ સમાચાર શેર કરો