મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: બળાત્કારીઓને ફાંસી આપો, અયોધ્યા દુષ્કર્મ પર ગુસ્સે ભરાયા સપા સાંસદ

ઉત્તર પ્રદેશના અયોધ્યામાં 12 વર્ષની બાળકી પર બળાત્કારની ઘટના બાદ રાજકારણ ગરમાયું છે. ઉત્તર પ્રદેશ સપા નેતાનું નામ આ બળાત

VIDEO: બળાત્કારીઓને ફાંસી આપો, અયોધ્યા દુષ્કર્મ પર ગુસ્સે ભરાયા સપા સાંસદ

ઉત્તર પ્રદેશના અયોધ્યામાં 12 વર્ષની બાળકી પર બળાત્કારની ઘટના બાદ રાજકારણ ગરમાયું છે. ઉત્તર પ્રદેશ સપા નેતાનું નામ આ બળાત્કારમાં આવતાં અનેક રાજકારણીઓ પણ આ બાબતે આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. ત્યારે ફૈઝાબાદ (અયોધ્યા) સીટથી સમાજવાદી પાર્ટીના સાંસદ અવધેશ પ્રસાદે અયોધ્યા રેપ કેસના દોષિતોને ફાંસીની સજાની માંગ કરી છે. તેમણે કહ્યું છે કે તેમની પાર્ટી પીડિતાની સાથે છે. અવધેશ પ્રસાદે એમ પણ કહ્યું છે કે સમાજવાદી પાર્ટી પણ આ બાબતે કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે.

સપા નેતા અવધેશ પ્રસાદે કહ્યું, અયોધ્યામાં બનેલી આ ઘટના ખૂબ જ શરમજનક છે. સમાજવાદી પાર્ટી પીડિતાની સાથે ઉભી છે. જે પણ આરોપી સાબિત થશે તેને સખત સજા મળવી જોઈએ. આરોપીને ફાંસીની સજા થવી જોઈએ. સપાની કાર્યવાહી અંગે તેમણે કહ્યું, "પાર્ટીએ એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે અને આ ઘટનામાં તેને શક્ય તેટલી વહેલી તકે તેનો રિપોર્ટ સોંપવા માટે કહેવામાં આવ્યું છે. રિપોર્ટના આધારે પાર્ટી દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. સમાજવાદી પાર્ટીની માંગ છે કે, સરકાર પીડિયા અને તેના પરિવારને સુરક્ષા પૂરી પાડે. અને તેમને ઓછામાં ઓછા 20 લાખ રૂપિયા મદદ કરે.

જણાવી દઈએ કે, 30 જુલાઈના રોજ અયોધ્યામાં 12 વર્ષની સગીર બાળકી સાથે બળાત્કારની ઘટના સામે આવી હતી. આ ઘટના અયોધ્યા જિલ્લાના ભદરસા વિસ્તારમાં થઈ. પોલીસે આ કેસમાં ભદરસામાં બેકરી ચલાવતા મોઈદ ખાન અને તેના કર્મચારી રાજુ ખાનની ધરપકડ કરી હતી. મોઇદ ખાન સપાના નેતા છે. આરોપી મોઈદની બેકરી પર પણ બુલડોઝર પણ ચલાવી દેવાયું હતું. ભાજપે અવધેશ પ્રસાદ અને મોઈનખાનના ફોટો સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર શેર કરતા કહ્યું કે, તે સપા સાંસદ ટીમનો હિસ્સો છે.

આ સમાચાર શેર કરો