મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ગાઝામાં થઈ રહેલા નરસંહાર પર સોનિયા ગાંધીએ ચિંતા વ્યક્ત કરી, ભારતની ભૂમિકા પર કર્યા સવાલ

કોંગ્રેસના ચેરપર્સન સોનિયા ગાંધીએ ગાઝામાં ઈઝરાયલી સુરક્ષા દળ દ્વારા લગાવવામાં આવેલી સૈ

ગાઝામાં થઈ રહેલા નરસંહાર પર સોનિયા ગાંધીએ ચિંતા વ્યક્ત કરી, ભારતની ભૂમિકા પર કર્યા સવાલ

કોંગ્રેસના ચેરપર્સન સોનિયા ગાંધીએ ગાઝામાં ઈઝરાયલી સુરક્ષા દળ દ્વારા લગાવવામાં આવેલી સૈન્ય નાકાબંધી અને ત્યાંની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, આ નાકાબંધીએ ગાઝાની સ્થિતિ વધુ ભયાનક બનાવી દીધી છે, જ્યાં લોકો જિંદગી અને મોત વચ્ચે લડી રહ્યા છે. 

ગાઝામાં મરતા લોકો પર સોનિયા ગાંધીની ચિંતા

સોનિયા ગાંધીએ એક પ્રતિષ્ઠત અખબારમાં પોતાના લેખમાં આ વાતનો ઉલ્લેખ કર્યો હતો. જેમાં તેમણે લખ્યું કે, 'આ નાકાબંધીને માનવતાની વિરોધમાં એક જઘન્ય અપરાધ કરાર કરી દેવો જોઈએ અને આ મામલે આંતરરાષ્ટ્રીય સમુદાયે તાત્કાલિક હસ્તક્ષેપ કરવો જોઈએ. ગાઝામાં ઈઝરાયલી સુરક્ષા દળોએ ન ફક્ત સૈન્ય અભિયાન તેજ કર્યા છે, પરંતુ દવા, ભોજન અને ઈંધણ જેવી જીવન જરૂરિયાતની વસ્તુઓને જાણીજોઈને અવરોધી રહ્યા છે. આ ક્રૂર વ્યૂહનીતિએ ગાઝામાં રહેતા લોકોને ભૂખ, બીમારી અને અભાવના અણીએ લાવીને ઊભા કરી દીધા છે.'

માળખાકીય સુવિધાઓનો નાશ કર્યો

તેમણે પોતાના લેખમાં લખ્યું કે, 'નાકાબંધીએ ગાઝામાં માળાખાગત સુવિધાઓને નષ્ટ કરી દીધી છે અને સામાન્ય નાગરિકોનો બેરોકટોક નરસંહાર કરી માનવ નિર્મિત દુર્ઘટનાને જન્મ આપવામાં આવ્યો છે. આ નાકાબંધી ન ફક્ત ગાઝાના લોકોને મૂળભૂત સુવિધાઓથી વંચિત કરે છે, પરંતુ તેમનો જીવિત રહેવાનો અધિકાર પણ છીનવે છે. હોસ્પિટલોમાં દવાઓની કમી, ભોજન ન પહોંચવું અને ઈંધણની ખોટે લાખો લોકોને જીવન અન મોત વચ્ચે ઝઝૂમવા માટે મજબૂર કરી દીધા છે. આ ભૂખથી મારવાની વ્યહનીતિ માનવતાની વિરૂદ્ધ કરવામાં આવતો અપરાધ છે. 

વડાપ્રધાન મોદી પર કર્યા પ્રહાર

આ સિવાય સોનિયા ગાંધીએ ઈઝરાયલ અને હમાસ સંઘર્ષ વચ્ચે ભારતની ભૂમિકા પર પણ સવાલ કર્યા. સોનિયા ગાંધીએ વડાપ્રધાન મોદી પર પ્રહાર કરતા કહ્યું કે, ઈઝરાયલ દ્વારા ગાઝાના લોકો પર કરવામાં આવતા અત્યાચારો પર વડાપ્રધાન મોદીની શરમજનક ચુપ્પી નિરાશાજનક છે. હવે સમય આવી ગયો છે કે, તેમણે સ્પષ્ટ અને આકરા શબ્દોમાં એ વિરાસત તરફથી અવાજ ઉઠાવવો જોઈએ, જેનું હંમેશાથી ભારતે પ્રતિનિધિત્વ કર્યું છે.

આ સમાચાર શેર કરો