મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

બાંગ્લાદેશની જેલમાંથી ભાગ્યા કેટલાક આતંકવાદી, ભારતમાં ઘૂસણખોરીની તૈયારી, હાઇએલર્ટ પર BSF

બાંગ્લાદેશની જેલમાંથી કેટલાક આતંકવાદી ભાગી ગયા છે. એવા સમાચાર છે ક

બાંગ્લાદેશની જેલમાંથી ભાગ્યા કેટલાક આતંકવાદી, ભારતમાં ઘૂસણખોરીની તૈયારી, હાઇએલર્ટ પર BSF

બાંગ્લાદેશની જેલમાંથી કેટલાક આતંકવાદી ભાગી ગયા છે. એવા સમાચાર છે કે આ આતંકી ભારતમાં ઘૂસણખોરી કરી શકે છે જેને કારણે BSFને સરહદ પર એલર્ટ કરવામાં આવી છે. આ રીતના ગુપ્ત રિપોર્ટ મળ્યા બાદ BSFને હાઇએલર્ટ પર રાખવામાં આવી છે.

બાંગ્લાદેશમાં જે રીતની સ્થિતિ છે તેને જોતા ભારત-બાંગ્લાદેશ બૉર્ડર પર ઘણા બાંગ્લાદેશી નાગરિક આવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. ઘૂસણખોરીના આ પ્રયાસ વચ્ચે ભીડનો સહારો લઇને રેડિકલ ગ્રુપ ભારતમાં ઘૂસણખોરી કરી શકે જેને કારણે BSFને બોર્ડર પર એલર્ટ કરવામાં આવી છે.

બૉર્ડર પર BSFએ સુરક્ષા વધારી

સુરક્ષા એજન્સીઓએ એક એલર્ટ જાહેર કરીને કહ્યું કે બાંગ્લાદેશના પ્રતિબંધિત ઇસ્લામી આતંકવાદી સંગઠન જમાત-ઉલ-મુજાહિદ્દીન બાંગ્લાદેશ (JMB) અને અંસારૂલ્લાહ બાંગ્લા ટીમ (ABT)ના આતંકવાદી સાથે બીજા ગુનેગાર બાંગ્લાદેશની જેલમાંથી ભાગી ગયા છે. આ આતંકી ઘૂસણખોરી કરી શકે છે માટે સાવચેતી રાખવામાં આવે.

આ સમાચાર શેર કરો