મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

PHOTO : કેદારનાથ-બદ્રીનાથથી શિમલા સુધીના પહાડો પર હિમવર્ષા, 4 ઈંચ સુધી બરફ છવાયેલો

ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના શહેરોમાં કેદારનાથ-બદ્રીનાથથી લઈને શિમલા સુધી સિઝનની પ્રથમ હિમવર્ષા જો

PHOTO : કેદારનાથ-બદ્રીનાથથી શિમલા સુધીના પહાડો પર હિમવર્ષા, 4 ઈંચ સુધી બરફ છવાયેલો

ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના શહેરોમાં કેદારનાથ-બદ્રીનાથથી લઈને શિમલા સુધી સિઝનની પ્રથમ હિમવર્ષા જોવા મળી છે.

આ પણ વાંચો: શા માટે ઉજવવામાં આવે છે આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ? જાણો આને લગતા મહત્ત્વના તથ્યો અને સૂત્રો 

પહાડી વિસ્તારોમાં બધે જ બરફની સફેદ ચાદર જોવા મળે છે. રસ્તાઓથી માંડીને વૃક્ષો, છોડ અને મકાનો બધું જ સુંદર લાગે છે કારણ કે તે બરફથી ઢંકાયેલું છે.

કેદારનાથમાં હિમવર્ષાની તસવીર સામે આવી છે. જેમાં કેદારનાથ મંદિર સંપૂર્ણપણે બરફની સફેદ ચાદરથી ઢંકાયેલું છે. પહાડો પર થઈ રહેલી હિમવર્ષાની અસર મેદાની વિસ્તારોમાં પણ આગામી દિવસોમાં જોવા મળશે. ઠંડીમાં વધારો થતાં તાપમાનનો પારો વધુ નીચે જવાની શક્યતા છે.

ચમોલી, ઔલી, જોશીમઠ, બદ્રીનાથ સહિત અનેક ઊંચાઈવાળા સ્થળો મોસમની પ્રથમ હિમવર્ષાથી ઢંકાય ગયું છે. પ્રવાસીઓના ચહેરા પણ ચમકી ઉઠ્યા છે. ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થઈ રહી છે અને મેદાની વિસ્તારોમાં હળવા વાદળો જોવા મળી રહ્યા છે. ઉધમ સિંહ નગર સહિત પહાડોના ઘણા વિસ્તારોમાં બે થી ચાર ઈંચ હિમવર્ષા નોંધાઈ છે.

કેદારનાથ ધામમાં ભારે હિમવર્ષા બાદ ધામમાં ચાલી રહેલ કામ પણ હાલ પુરતું બંધ કરી દેવામાં આવ્યું છે. વધુ ઊંચાઈએ હિમવર્ષાના કારણે નીચાણવાળા વિસ્તારોમાં ઠંડો પવન ફૂંકાવા સાથે તીવ્ર ઠંડીનો અહેસાસ થયો હતો.

હવામાન વિભાગે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હિમવર્ષા બાદ રસ્તાઓ બરફથી ઢંકાઈ જવાની આગાહી કરી છે.

વાહનો પર બરફનો જાડો પડ પણ દેખાય છે.

આ સમાચાર શેર કરો