મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

સ્મૃતિ ઈરાનીએ સરકારી બંગલો ખાલી કર્યો, આ 14 નેતાઓએ પણ આજે જ ઘર ખાલી કરવું પડશે

પીએમ નરેન્દ્ર મોદીએ તેમના 71 કેબિનેટ સાથીદારો સાથે સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા છે. નવા મંત્રીઓને મં

સ્મૃતિ ઈરાનીએ સરકારી બંગલો ખાલી કર્યો, આ 14 નેતાઓએ પણ આજે જ ઘર ખાલી કરવું પડશે

પીએમ નરેન્દ્ર મોદીએ તેમના 71 કેબિનેટ સાથીદારો સાથે સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા છે. નવા મંત્રીઓને મંત્રાલયની સાથે સાથે બંગલાઓ ફાળવી દેવામાં આવ્યા છે. એ વચ્ચે લોકસભા ચૂંટણીમાં હારેલા 15 પૂર્વ કેન્દ્રીય મંત્રીઓએ સરકારી બંગલો ખાલી કરવાની અંતિમ તારીખ 11 જુલાઈ હતી. બીજેપી નેતા સ્મૃતિ ઈરાનીએ 28 તુગલક ક્રેસન્ટ ખાતેનું તેમનું નિવાસસ્થાન ખાલી કર્યું છે.

જણાવી દઈએ કે, ભાજપના સ્મૃતિ ઈરાની સહિત ચૂંટણી હારેલા આવા 15 પૂર્વ મંત્રીઓને બંગલો ખાલી કરવાની નોટિસ મોકલીને તેમને 11 જુલાઈ સુધીનો સમય આપવામાં આવ્યો હતો. આજે છેલ્લા દિવસે સ્મૃતિ ઈરાનીએ પોતાને ફાળવેલો સરકારી બંગલો ખાલી કરી દીધો છે. અન્ય નેતાઓ ક્યારે બંગલા ખાલી કરે છે તે આગામી સમય જણાવશે. 

15 પૂર્વ મંત્રીઓમાં કોણ?

શહેરી વિકાસ મંત્રાલય હેઠળના એસ્ટેટ નિયામક દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશમાં, આ મંત્રીઓને 11 જુલાઈ સુધીમાં તેમના સત્તાવાર નિવાસસ્થાન ખાલી કરવા માટે કહેવામાં આવ્યું હતું. જે પૂર્વ મંત્રીઓને નોટિસ મોકલવામાં આવી છે તેમાં સ્મૃતિ ઈરાની, આરકે સિંહ, અર્જુન મુંડા, મહેન્દ્રનાથ પાંડે, સંજીવ બાલિયાન, રાજીવ ચંદ્રશેખર, કૈલાશ ચૌધરી, અજય મિશ્રા ટેની, વી મુરલીધરન, નિશિત પ્રામાણિક, સુભાષ સરકાર, સાધ્વી નિરંજન જ્યોતિ, રાવસાહેબ દાનવે, કૌશલ કિશોર, ભાનુપ્રતાપ વર્મા, કપિલ પાટીલ, ભગવંત ખુબા, ભારતી પવાર વગેરે શામેલ છે. 

આ સમાચાર શેર કરો