મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

Video: દિલ્હી એનસીઆરમાં પ્રદૂષણ વધતાં GRAP-1 લાગુ થતાં નાના વેપારીઓ ચિંતાતુર

સોર્સ: gstv

દિલ્હી-એનસીઆરમાં હવાની ગુણવત્તા ખરાબ શ્રેણીમાં પહોંચતા જ સત્તાધીશોએ પોલ્યુશનને લઈને ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન એટલે કે નો પ્રથમ તબક્કો લાગુ કરી દેવામાં આવ્યો છે. પ્રદૂષણ નિયંત્રણ માટે વિવિધ પાબંદીઓ અમલમાં આવતાં જ ના નાના વેપારીઓ, હોટેલ અને ઢાબા ચાલકો તેમજ સામાન્ય ગ્રાહકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. કોલસા અને તંદૂર પર નિર્ભર રહેતા લારી-ગલ્લા અને હોટેલ સંચાલકોને હવે ગેસ પર સ્થાનાંતરિત થવાની ફરજ પડી છે.

ઢાબા અને  હોટેલ પર આવતા ગ્રાહકોનું માનવું છે કે સરકારે આવા કડક આદેશો જાહેર કરતા પહેલાં નાના ધંધાર્થીઓ અને સામાન્ય જનતાની સ્થિતિનો વિચાર કરવો જોઈએ. આવા કડક નિયમોથી નાના ઢાબા અને હોટેલ ચાલકોના ખિસ્સા પર સીધો આર્થિક બોજ પડે છે. કોઈપણ પૂર્વ આયોજન વગર એકાએક નિયમો લાગુ કરી દેવાથી નાના વેપારીઓ માટે રોજીરોટી કમાવી મુશ્કેલ બની જાય છે તેવું ગ્રાહકોનું કહેવું છે.

ગ્રાહકોના મતે કોલસાની ભટ્ઠીમાં ખાદ્ય વસ્તુઓ ચા બનાવવાથી પ્રદૂષણ ફેલાતું નથી કારણ કે તેમાં લાકડાં સળગાવવામાં આવતાં નથી. પ્રદૂષણ માટે મુખ્યત્વે વાહનોનો ધુમાડો જવાબદાર છે, તેથી સરકારે વાહનો પર ઓડ-ઈવન જેવા નિયમો લાગુ કરવા જોઈએ. પ્રદૂષણની સમસ્યા માત્ર દિલ્હી પૂરતી મર્યાદિત નથી, તેથી નાના ચા-નાસ્તાના વેપારીઓ પર પ્રતિબંધ મૂકવાને બદલે મુખ્ય કારકો પર પગલાં લેવા જરૂરી છે.

આ સમાચાર શેર કરો