મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

Video: સોશિયલ મીડિયા પર સોનિયા ગાંધીની એન્ટ્રી આત્મકથાની પ્રથમ ઝલક કરી શેર

સોર્સ: gstv

કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીએ ઇન્સ્ટાગ્રામ પર પોતાનું એકાઉન્ટ શરૂ કરીને સોશિયલ મીડિયા પર સત્તાવાર પ્રવેશ કર્યો છે. તેમણે પ્રથમ પોસ્ટમાં પોતાની આત્મકથા 'બિલોંગિંગ: એ જર્ની ઓફ લવ'ની ઝલક દર્શાવતી રીલ શેર કરી છે. વિડીયોમાં તેઓ પુસ્તકના પાના પલટાવતા પુત્રી પ્રિયંકા ગાંધીને દુર્લભ તસવીરો બતાવી રહ્યા છે. આ ક્ષણે પરિવારમાં મોઢું મીઠું કરાવી ખુશી વ્યક્ત કરવામાં આવી હતી.

 પોતાની આત્મકથા અંગે સોનિયા ગાંધીએ લખ્યું કે આ પુસ્તક પ્રેમ, ફરજ, ખોટ અને પોતાપણું શોધવાની એક ભાવનાત્મક સફર છે. તેમણે પોસ્ટમાં પુત્ર રાહુલ ગાંધી, પુત્રી પ્રિયંકા ગાંધી અને પબ્લિશર હાર્પરકોલિન્સ ઇન્ડિયાને ટેગ કર્યા છે. અત્યાર સુધી ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે એક્સ જેવા કોઈ પણ પ્લેટફોર્મ પર સક્રિય ન રહેલા સોનિયા ગાંધીએ આ ખાસ ક્ષણ ફેન્સ સાથે શેર કરી છે.

આ પુસ્તકના પ્રકાશનને લઈને અગાઉ મોટો વિવાદ પણ સામે આવ્યો હતો.  સોનિયા ગાંધીએ લખાણમાં ફેરફાર કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. હવે હાર્પરકોલિન્સ દ્વારા આ પુસ્તક પ્રકાશિત થઈ રહ્યું છે, જેની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

આ સમાચાર શેર કરો