Video: સોનગઢમાં સોશિયલ મીડિયા ટિપ્પણી અને પથ્થરમારાની ઘટના પર પોલીસની લાલઆંખ: ૯ આરોપીઓને જાહેરમાં ફેરવી કરાયું રિકન્સ્ટ્રક્શન

તાપી જિલ્લાના સોનગઢ નગરમાં વાતાવરણ તંગ કરનાર અસામાજિક તત્વો સામે પોલીસે લાલઆંખ કરી કડક કાર્યવાહી હાથ ધરી છે. સોશિયલ મીડિયામાં અભદ્ર ટિપ્પણી કર્યા બાદ પથ્થરમારો કરનાર મુખ્ય ઇસમોને પોલીસે ઝડપી લીધા હતા. કાયદાનો પાઠ ભણાવવા માટે પકડાયેલા ૯ યુવકોને એકસાથે દોરડે બાંધીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પોલીસ મથકથી ઘટનાસ્થળે લાવવામાં આવ્યા હતા. આ આરોપીઓને સાથે રાખીને પોલીસે ઘટનાસ્થળે જઈને ગુનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું હતું. આ કાર્યવાહી દરમિયાન ડીવાયએસપી સહિતનો ઉચ્ચ પોલીસ કાફલો અને સ્થાનિક પોલીસ કર્મચારીઓનો ભારે બંદોબસ્ત હાજર રહ્યો હતો. પોલીસની આ કડક કાર્યવાહીથી તોફાની તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.






