મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

Video: દિલ્હી એનસીઆરમાં પ્રદૂષણ વધતા GRAP -1 એક લાગુ કડક નિયંત્રણો શરૂ

સોર્સ: gstv

 દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં વાયુ પ્રદૂષણ સતત વધી રહ્યું છે.  એક ક્વોલિટી ઈન્ડેક્સ ૩૦૦થી ઉપર નોંધાયો હતો, જે છેલ્લા ૧૦૦ દિવસમાં સૌથી ખરાબ પરિસ્થિતિ છે. હવાની ગુણવત્તા ખરાબ શ્રેણીમાં પહોંચતા જ દિલ્હી-એનસીઆરમાં ગ્રેપનો પ્રથમ તબક્કો અમલી બનાવવામાં આવ્યો છે. આ સાથે જ પ્રદૂષણ ફેલાવતી તમામ પ્રવૃત્તિઓ પર સરકારી તંત્ર દ્વારા કડક નિયંત્રણો અને પાબંદીઓ વધારી દેવામાં આવી છે.

  વિશ્વ આરોગ્ય સંસ્થાના પૂર્વ મુખ્ય વૈજ્ઞાનિક ડૉક્ટર સૌમ્યા સ્વામિનાથનના જણાવ્યા અનુસાર વાયુ પ્રદૂષણ એ માત્ર પર્યાવરણીય મુદ્દો નથી પરંતુ સ્વાસ્થ્ય માટે અતિ ગંભીર પડકાર છે. હવામાં રહેલા પીએમ ૨.૫ જેવા અત્યંત સૂક્ષ્મ પ્રદૂષકો આપણા વાળના ૪૦મા ભાગ જેટલા નાના હોય છે. શ્વાસ લેતી વખતે આ ઝીણા કણો સીધા ફેફસાંમાં પ્રવેશે છે અને ત્યાંથી લોહીમાં ભળીને આખા શરીરમાં પ્રસરી જાય છે, જે શરીરના વિવિધ અંગોને ભારે નુકસાન પહોંચાડે છે.

 દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણને રોકવા માટે ગ્રેપના ચાર તબક્કા નિર્ધારિત કરવામાં આવ્યા છે. ૨૦૧થી ૩૦૦ એક્યુઆઈ પર ગ્રેપ-૧, જ્યારે ૩૦૧થી ૪૦૦ પર ગ્રેપ-૨ લાગુ થાય છે. જો હવાની ગુણવત્તા વધુ ખરાબ થઈને ૪૦૧થી ૫૦૦ સુધી પહોંચે તો ગ્રેપ-૩ અને ૪૫૦થી વધુ અત્યંત ગંભીર સ્થિતિમાં ગ્રેપ-૪ અમલમાં આવે છે. દરેક તબક્કા સાથે પ્રદૂષણ નિયંત્રણ માટેના નિયમો વધુ સખત બનાવવામાં આવે છે.

આ સમાચાર શેર કરો