'Siddarmaiah Passed away Yesterday...', કર્ણાટકના મુખ્યમંત્રી META ની ટ્રાન્સલેશન ભૂલ પર થયા ગુસ્સે
કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ પીઢ દક્ષિણ ભારતીય ફિલ્મ અભિનેત્રી બી.

કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ પીઢ દક્ષિણ ભારતીય ફિલ્મ અભિનેત્રી બી. સરોજા દેવીના અવસાન પર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ પોસ્ટ કરી હતી. કન્નડ ભાષામાં લખેલી આ પોસ્ટમાં, તેમણે અભિનેત્રીના અવસાન પર શોક વ્યક્ત કર્યો હતો, પરંતુ META ના ઓટો ટ્રાન્સલેશન ટૂલે તેનો અંગ્રેજીમાં અનુવાદ કરતી વખતે મોટી ભૂલ કરી હતી.
મેટાના ઓટો ટ્રાન્સલેશન ટૂલે(Meta's auto translation tool) સિદ્ધારમૈયાની પોસ્ટનું કન્નડમાંથી અંગ્રેજીમાં ભાષાંતર કર્યું અને તેમણે દિવંગત બતાવ્યા, જેનાથી સિદ્ધારમૈયા ગુસ્સે થયા અને તેમણે આ ભૂલ પર નારાજગી વ્યક્ત કરી અને તાત્કાલિક સુધારાની માંગ કરી.
મેટાના ટ્રાન્સલેશન ટૂલે સિદ્ધારમૈયાની કન્નડમાં લખેલી પોસ્ટનું અંગ્રેજીમાં ભાષાંતર કર્યું અને તેમને દિવંગત જાહેર કર્યા હતા. પોસ્ટનું અંગ્રેજીમાં ભાષાંતર આ રીતે કરવામાં આવ્યું... 'Chief Minister Siddarmaiah Passed away Yesterday...'
સિદ્ધારમૈયાએ મેટાને ટેગ કર્યું અને કહ્યું કે મેટા પ્લેટફોર્મ પર કન્નડ સામગ્રીનું ખામીયુક્ત સ્વચાલિત અનુવાદ તથ્યોને વિકૃત કરી રહ્યું છે અને વપરાશકર્તાઓને ગેરમાર્ગે દોરી રહ્યું છે. આ સત્તાવાર સંદેશાવ્યવહારમાં ખૂબ જ ખતરનાક બની શકે છે. મારા મીડિયા સલાહકારે પણ આમાં તાત્કાલિક સુધારો કરવાની વિનંતી કરતો ઔપચારિક પત્ર લખીને આમાં તાત્કાલિક સુધારો કરવાની વિનંતી કરી છે.
આ સંદર્ભમાં, સિદ્ધારમૈયાના મીડિયા સલાહકાર કેવી પ્રભાકરે 16 જુલાઈના રોજ મેટાને એક ઇમેઇલ મોકલીને આ બાબતે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે મેટાને કન્નડ ભાષા માટે ઓટો ટ્રાન્સલેશન સુવિધાને અસ્થાયી રૂપે બંધ કરવા કહ્યું હતું. એવું કહેવામાં આવ્યું હતું કે જ્યાં સુધી આ સાધનની ચોકસાઈ સુનિશ્ચિત ન થાય ત્યાં સુધી તેને અસ્થાયી રૂપે બંધ રાખવું જોઈએ.








