મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

મહારાષ્ટ્રમાં ભાજપનું ટેન્શન બન્યા શિંદે અને પવાર, રાજકીય ભૂકંપના અણસાર

મહારાષ્ટ્રમાં હાલ ભાજપ, એકનાથ શિંદેની શિવસેના અને અજિત પવારની NCPની ગઠબંધન સરકાર

મહારાષ્ટ્રમાં ભાજપનું ટેન્શન બન્યા શિંદે અને પવાર, રાજકીય ભૂકંપના અણસાર

મહારાષ્ટ્રમાં હાલ ભાજપ, એકનાથ શિંદેની શિવસેના અને અજિત પવારની NCPની ગઠબંધન સરકાર ચાલી રહી છે, પરંતુ આ ગઠબંધનમાં ઘર્ષણ ચાલી રહ્યો છે. લોકસભા ચૂંટણીમાં મહાયુતીના ખરાબ પ્રદર્શન બાદ ગઠબંધનમાં ઘર્ષણ ચાલી રહ્યો છે ત્યારે રાજ્યમાં ઓક્ટોબરના સમયગાળામાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. જે મુદ્દે ગઠબંધનના સહયોગી પક્ષો વચ્ચે સીટની વહેંચણી અંગે ટકરાવ જોવા મળી રહ્યો છે.

વિધાનસભા બેઠક અંગે તણાવ

હાલમાં જ મુખ્યમંત્રી એકનાથ શિંદેની પાર્ટી શિવસેનાના નેતા અને પૂર્વ વિધાયક સદાનંદ ચૌહાણના નિવેદનથી રાજકીય તણાવ સર્જાયો છે. નેતાએ ચિપલૂન-સંગમેશ્વર બેઠકની વહેંચણી વખતે વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું કે, ભાજપ-શિવસેના ગઠબંધનમાં NCP પાછળથી જોડાઇ છે, માટે આ બેઠક પર NCPનો કોઇ અધિકાર નથી. આ બેઠક અંગે મોટી વાત છે કે, 2019ની ગત વિધાનસભા ચૂંટણીમાં આ બેઠકથી NCPના શેખર નિકમે ચૂંટણી જીતી હતી. છતાં શિંદેના નેતાએ આ બેઠક પર દાવો કર્યો હતો. આ દાવાથી રાજ્યના સત્તાધારી ગઠબંધનના અસ્તિત્ત્વ સામે સવાલો ઉઠી રહ્યા છે.

તમામ સહયોગી પક્ષો વચ્ચે ઘર્ષણ

મહારાષ્ટ્રમાં NDA ગઠબંધનમાં ઝઘડો માત્ર શિવસેના અને એનસીપી વચ્ચે જ નથી પરંતુ અગાઉ ભાજપ અને શિવસેના વચ્ચે પણ ઘર્ષણની ઘટનાઓ સામે આવી છે. લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અને તત્કાલિન કેન્દ્રિય મંભી નારાયણ રાણે માત્ર થોડાક જ મતોના અંતરથી જીત મળી હતી ત્યારે નારાયણ રાણેના પુત્રએ આરોપ લગાવ્યો હતો કે રાજ્ય સરકારના મંત્રી ઉદય સામંતે તેમના વિસ્તારમાંથી મત ટ્રાંસફર નથી કર્યા હતા. જે મામલે નીતેશ રાણે અને ઉદય સામંત વચ્ચે ઘર્ષણ જોવા મળ્યો હતો.

આ સમાચાર શેર કરો