મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

1 મતથી હાર થતા ફરીથી મતગણતરીની કરી હતી માંગ, બાદમાં શિદે જૂથના ઉમેદવારનો 45 મતથી વિજય

મહારાષ્ટ્રમાં મુંબઈ ઉત્તર પશ્ચિમ લોકસભા બેઠક પર લડાઈ રસપ્રદ બની હતી. શિવસેનાના ઉદ્ધવ જૂથના અમોલ કીર્તિકર

1 મતથી હાર થતા ફરીથી મતગણતરીની કરી હતી માંગ, બાદમાં શિદે જૂથના ઉમેદવારનો 45 મતથી વિજય

મહારાષ્ટ્રમાં  મુંબઈ ઉત્તર પશ્ચિમ લોકસભા બેઠક પર લડાઈ રસપ્રદ બની હતી. શિવસેનાના ઉદ્ધવ જૂથના અમોલ કીર્તિકર માત્ર એક મતથી જીત્યા હતા. જોકે, શિંદે જૂથના ઉમેદવાર રવીન્દ્ર વાયકરે  જેની સામે સખત વાંધો વ્યક્ત કર્યો હતો અને ફરીથી મતગણતરી કરવાની માંગ કરી હતી. ચૂંટણી પંચે તેમની માંગ સ્વીકારી હતી. ફરી એકવાર મત ગણતરી શરૂ કરી હતી. જેમાં રવીન્દ્ર વાયકરને માત્ર 48 મતોથી વિજયી જાહેર કરવામાં આવ્યા હતા. 

ચૂંટણી પંચની વેબસાઈટ મુજબ શિવસેનાના ઉદ્ધવ જૂથના અમોલ કીર્તિકરને 4,52,596 મત મળ્યા છે. જ્યારે શિંદે જૂથના ઉમેદવાર રવીન્દ્ર વાયકરને 4,52,644 મત મળ્યા છે. પરિણામે માત્ર 48 મતથી રવીન્દ્ર વાયકર વિજય થયો છે. 

2019માં અમોલ કીર્તિકરના પિતાનો વિજય થયો હતો

વર્ષ 2019માં મુંબઈ ઉત્તર પશ્ચિમ લોકસભા બેઠક પર  મુખ્ય સ્પર્ધા શિવસેના અને કોંગ્રેસ વચ્ચે હતી. 2019ની લોકસભા ચૂંટણીમાં શિવસેનાના ગજાનન ચંદ્રકાંત કીર્તિકરે આ બેઠક પર ફરીથી જીત મેળવી હતી. તેમને 5,70,063 વોટ મળ્યા, જ્યારે કોંગ્રેસ પાર્ટીના સંજય નિરુપમ 3,09,735 વોટ સાથે બીજા ક્રમે રહ્યા હતા. આ વખતે તેમનો પુત્ર અમોલ કીર્તિકરનો માત્ર 45 મતથી પરાજય થયો છે. 

આ સમાચાર શેર કરો