મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

મહારાષ્ટ્રમાં જામશે કાકા - ભત્રીજાનો જંગ, અજિત સામે ભત્રીજાને મેદાનમાં ઉતારવાનો શરદ પવારનો માસ્ટર પ્લાન

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં બારામતીમાં ભત્રીજા વિરુદ્ધ ભત્રીજાનો મુકાબલો છે. આ બેઠક ઉપ

મહારાષ્ટ્રમાં જામશે કાકા - ભત્રીજાનો જંગ, અજિત સામે ભત્રીજાને મેદાનમાં ઉતારવાનો શરદ પવારનો માસ્ટર પ્લાન

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં બારામતીમાં ભત્રીજા વિરુદ્ધ ભત્રીજાનો મુકાબલો છે. આ બેઠક ઉપર શરદ પવારના ભત્રીજા અજિત પવાર સામે તેમના(અજીતના) જ ભત્રીજા યુગેન્દ્રને મેદાને ઉતાર્યો છે. બારામતિ બેઠક અંગે શરદ પવારની રણનીતિ વિશે સુપ્રિયા સુલેએ વાત કરતા કહ્યું કે, પાર્ટીએ આ નિર્ણય કેમ લીધો. 

અજીત પવાર કાકા શરદ પવાર સાથે બળવો કરીને NDA ગઠબંધનમાં સામેલ થઈ ગયા હતા. 40 ધારાસભ્યોના સમર્થનથી એનસીપી જ તેમની થઈ ગઈ. હવે શરદ પવારની આગેવાની હેઠળ જે જૂથ છે તેની ઓળખ એનસીપી-શરદચંદ્ર પવાર તરીકે છે. આવી રીતે પરિવારથી લઈને પાર્ટીના સમીકરણો બદલાઈ ગયા છે અને બારામતી વિધાનસભા બેઠક પર તેની અસર સૌથી વધુ જોવા મળી રહી છે.

અત્યાર સુધી અજીત પવાર NCPના ધારાસભ્ય તરીકે ચૂંટણી લડતા હતા પરંતુ આ વખતે અલગ પાર્ટી બનાવી છે. તેમની સામે કાકા શરદ પવાર પણ ભત્રીજા કાર્ડ રમ્યા છે. NCP-SPએ બારામતીથી અજિત પવાર સામે યુગેન્દ્ર પવારને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. યુગેન્દ્ર પવાર શરદ પવારના પૌત્ર છે અને અજિત પવારના મોટા ભાઈ શ્રીનિવાસના પુત્ર છે. આમ જે રીતે અજિત પવારે કાકા શરદ પવારથી અલગ વલણ અપનાવ્યું હતું. તેવી જ રીતે શરદ પવારે અજિતના જ ભત્રીજાને તેમની સામે ચૂંટણી મેદાનમાં ઉતારી દીધા છે. હવે સવાલ એ છે કે શું ભત્રીજાઓ વચ્ચેની આ જંગમાં પરિણામ બદલાશે?

જણાવી દઈએ કે અજિત પવાર લોકસભા ચૂંટણીમાં બારામતી સીટ હારી ગયા છે. આ બેઠક પરથી ચૂંટણી લડનાર તેમની પત્નીને તેમની બહેન સુપ્રિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. હવે અજિત પવાર સાથેની હરીફાઈ મુદ્દે યુગેન્દ્રએ કહ્યું કે, તે ખૂબ જ દુઃખદ અને નિરાશાજનક છે. પરંતુ તેમણે શરદ પવાર સાથે રહેવાનું સ્ટેન્ડ સ્પષ્ટ કર્યું હતું.

સુપ્રિયા સુલેએ કહ્યું કે, યુગેન્દ્રના આવવાથી યુવા શક્તિ અને નવા અનુભવને પાર્ટીમાં વેગ મળશે. અમે નવા વિચારો, નવી પ્રતિભા અને ઊંડા અનુભવ વચ્ચે તાલમેલ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. ઘણા યુવા નેતાઓ અમારી સાથે જોડાઈ રહ્યા છે. આ લોકો કંઈક નવું કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. સુપ્રિયાએ કહ્યું કે નવા ચહેરાઓ આવી રહ્યા છે તે અમારી પાર્ટી માટે સારી વાત છે.
 
અજિત સામેની ચૂંટણી લડવા અંગે યુગેન્દ્રએ કહ્યું કે, મને નથી લાગતું કે આ બહુ મુશ્કેલ હશે. જોકે આ સરળ પણ નહીં હોય. તેમણે કહ્યું કે પવાર સાહેબ પહેલા અજિત પવારને સપોર્ટ કરતા હતા. અમે પણ તેમને પ્રેમથી દાદા કહીને બોલાવતા. પરંતુ બારામતીની જનતા મોટી સંખ્યામાં શરદ પવાર સાહેબની સાથે છે. લોકસભાની ચૂંટણીમાં પણ આ વાત સાબિત થઈ છે. આગામી વિધાનસભાની ચૂંટણીમાં ફરી ઈતિહાસનું પુનરાવર્તન થશે.  

આ સમાચાર શેર કરો