વૈશ્વિક કેન્દ્રીય બેંકના વડાઓમાં "A+" રેટિંગ મામલે શક્તિકાંત દાસે મારી બાજી, સતત બીજીવાર મળ્યું આ સન્માન
ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસને સતત બીજા વર્ષે તમામ વૈશ્

ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસને સતત બીજા વર્ષે તમામ વૈશ્વિક કેન્દ્રીય બેંકના વડાઓમાં "A+" રેટિંગ આપવામાં આવ્યું છે. પીએમ મોદીએ નરેન્દ્ર મોદીએ RBI ગવર્નર શક્તિકાંત દાસની પ્રશંસા કરતા કહ્યું કે, આ જ તેમના નેતૃત્વની ઓળખ છે અને તેમને આ સન્માન મળવા બદલ અભિનંદન.
ગ્લોબલ ફાઇનાન્સ મેગેઝિન તરફથી "A+" રેટિંગ મેળવનાર માત્ર ત્રણ સેન્ટ્રલ બેંક ગવર્નરોમાં RBI ગવર્નર શક્તિકાંત દાસ, ડેનમાર્કના ક્રિશ્ચિયન કેટલ થોમસેન અને સ્વિટ્ઝર્લેન્ડના થોમસ જોર્ડન હતા. આ પછી બ્રાઝિલના રોબર્ટો કેમ્પસ નેટો, ચિલીના રોસન્ના કોસ્ટા, મોરેશિયસના હરવેશ કુમાર સીગોલમ, મોરોક્કોના અબ્દેલતીફ જોહરી, દક્ષિણ આફ્રિકાના લેસેતજા કગન્યાગો, શ્રીલંકાના નંદલાલ વીરાસિંઘે અને વિયેતનામના ગુયેન થી હોંગને "A" રેટિંગ મળ્યું છે.
કંબોડિયાના ચિયા સેરે, કેનેડાના ટિફ મેક્લેમ, કોસ્ટા રિકાના રોજર મેડ્રિગલ લોપેઝ, ડોમિનિકનના હેક્ટર વાલ્ડેઝ આલ્બિઝુ, ઈયુના ક્રિસ્ટીન લગાર્ડ, ગ્વાટેમાલાના અલ્વારો ગોન્ઝાલેઝ રિક્કી, ઈન્ડોનેશિયાના પેરી વરજીયો, જમૈકાના રિચર્ડ બાઈલ્સ, જોર્ડનના એડેલ અલ શારકાસ, મંગોલિયાના બ્યાદ્રન લખગવાસુરેન, નોર્વેના ઈડા વોલ્ડન બાચે, પેરુના જુલિયો વેલાર્ડે, ફ્લોરેસ, ફિલિપિન્સના એલી રેમોલોના, સ્વીડનના થેડેન અને અમેરિકાના જેરોમ હેડન પોવેલને "A-" રેટિંગ મળ્યું છે.
આ મેગેઝીન દ્વારા ફુગાવા નિયંત્રણમાં સફળતા દર, આર્થિક વૃદ્ધિના લક્ષ્યો, મુદ્રા સ્થિરતા અને વ્યાજ દર વ્યવસ્થાપનના આધારે "A+" થી "AF" ગ્રેડ સુધીના રેન્કિંગ આપવામાં આવે છે. ગ્લોબલ ફાઇનાન્સના સ્થાપક અને સંપાદકીય નિર્દેશક જોસેફ ગિયારાપુટોએ જણાવ્યું હતું કે કેન્દ્રીય બેન્કરોએ છેલ્લા કેટલાક વર્ષોમાં ફુગાવા સામે પગલાં લીધા છે, જેમાં તેમણે વ્યાજ દરનો મુખ્ય હથિયાર તરીકે ઉપયોગ કર્યો છે.






