મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

પાકિસ્તાની પૂર્વ ક્રિકેટરે મોદી સરકાર પર કર્યો હુમલો, રાહુલ ગાંધીના કર્યા વખાણ

ભારતે ઓપરેશન સિંદૂર દરમિયાન યુદ્ધના મેદાનમાં પાકિસ્તાનને હરાવ્યાબાદ એશિયા કપ 2025માં

પાકિસ્તાની પૂર્વ ક્રિકેટરે મોદી સરકાર પર કર્યો હુમલો, રાહુલ ગાંધીના કર્યા વખાણ

ભારતે ઓપરેશન સિંદૂર દરમિયાન યુદ્ધના મેદાનમાં પાકિસ્તાનને હરાવ્યાબાદ એશિયા કપ 2025માં રમતના મેદાનમાં પણ ધૂળ ચટાડી. સાથે ભારતીય ક્રિકેટરોએ મેદાન પર પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ ન મિલાવીને આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાની ખેલાડીઓનું અપમાન પણ કર્યું. આ કારણે ગુસ્સે ભરાયેલા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટને હટાવવાની માંગ કરી છે. તો ક્યારેક એશિયા કપ છોડી દેવાની ધમકી પણ આપે છે. જેમાં વધુ એક પૂર્વ ક્રિકેટરે નિવેદન આપીને ભારત વિરુદ્ધ ઝેર ઓકવાનો પ્રયાસ કર્યો છે. 

'જેવું ઇઝરાયલ ગાઝા સાથે કરે છે...'

પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદી ઘણી વખત ભારત વિરુદ્ધ નિવેદનો આપતો હોય છે. પરંતુ આ વખતે તેણે મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. આફ્રિદીએ ખાનગી ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ભારત પાકિસ્તાન સાથે એ જ વર્તન કરી રહ્યું છે જે રીતે ઇઝરાયલ ગાઝા સાથે કરે છે. એક ઇઝરાયલ પૂરતું નથી, તમે અહીં પણ ઇઝરાયલ બનવાનો પ્રયાસ કરી રહ્યા છો. આફ્રિદીએ કહ્યું કે જ્યાં સુધી તેમના ટોચના નેતાઓ છે, ત્યાં સુધી આવું ચાલુ રહેશે.
 
આફ્રિદીએ મોદી સરકાર પર સત્તામાં રહેવા માટે હિન્દુ-મુસ્લિમ રાજકારણ કરવાનો પણ આરોપ લગાવ્યો હતો. આફ્રિદીએ કહ્યું કે, આ સરકાર ધર્મનું કાર્ડ રમી રહી છે. હિન્દુ-મુસ્લિમ કાર્ડ રમી રહી છે. પોતાને સત્તામાં લાવવા માટે આ ખૂબ જ ગંદી માનસિકતા છે.

રાહુલ ગાંધીના જાહેરમાં કર્યા વખાણ 

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીની પ્રશંસા કરતા શાહિદ આફ્રિદીએ કહ્યું કે, રાહુલ ગાંધી પાકિસ્તાન સાથે વાત કરવા માંગે છે. તે ખૂબ જ સકારાત્મક માનસિકતા ધરાવતા વ્યક્તિ છે. વાતચીત દ્વારા આખી દુનિયાને સાથે લઈ જવા માંગે છે.

આ સમાચાર શેર કરો