મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

દેશમાં સેક્સ એજ્યુકેશનની શરૂઆત થશે? CJI ચંદ્રચૂડની બેન્ચના નિવેદનથી ચર્ચાને મળ્યો વેગ

દેશના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની ડિવિઝન બેન્ચે આજે ઐતિહાસિક ચુકાદો આપતા કહ્યું હતું કે

દેશમાં સેક્સ એજ્યુકેશનની શરૂઆત થશે? CJI ચંદ્રચૂડની બેન્ચના નિવેદનથી ચર્ચાને મળ્યો વેગ

દેશના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની ડિવિઝન બેન્ચે આજે ઐતિહાસિક ચુકાદો આપતા કહ્યું હતું કે ચાઇલ્ડ પોર્નોગ્રાફી જોવી અને ડાઉનલોડ કરવી એ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ (POCSO) એક્ટ અને માહિતીનું ઉલ્લંઘન એક્ટ હેઠળ ગુનો છે. આ સાથે CJI ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની ખંડપીઠે મદ્રાસ હાઈકોર્ટના તે આદેશને રદ્દ કર્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે ચાઈલ્ડ પોર્નોગ્રાફી જોવી અને ડાઉનલોડ કરવી એ POCSO એક્ટ અને IT એક્ટ હેઠળ ગુનો નથી.

આ નિર્ણયમાં ખંડપીઠે મહત્ત્વની ટિપ્પણી કરતા કેન્દ્ર સરકારને સમગ્ર દેશમાં સેક્સ એજ્યુકેશન પ્રોગ્રામ લાગુ કરવા માટે પણ આહ્વાન કર્યું છે. કોર્ટે કહ્યું કે કેન્દ્ર સરકારે સ્વાસ્થ્ય અને લૈંગિક શિક્ષણ માટે એક વ્યાપક કાર્યક્રમ અથવા મિકેનિઝમ તૈયાર કરવા માટે નિષ્ણાત સમિતિની રચના કરવા પર વિચાર કરવો જોઈએ. ભારતમાં સેક્સ એજ્યુકેશનને લઈને ગેરમાન્યતાઓ વ્યાપકપણે પ્રચલિત છે. 

ભારતમાં લોકો સામાજિક લાંછનના લીધે જાતીય સ્વાસ્થ્ય - સેક્સ એજ્યુકેશન વિશે જાહેરમાં વાત કરતા પણ શરમાતા હોય છે. જેના પરિણામે કિશોરોમાં યૌન સ્વાસ્થ્ય અંગે ઘણી ગેરમાન્યતાઓ પેદા થાય છે. ઘણીવાર કિશોરો ખોટા રસ્તે ચડી જાય છે. બેન્ચે ટિપ્પણી કરી હતી કે રૂઢિચુસ્ત સમાજમાં માતાપિતા અને શિક્ષકો સહિત મોટાભાગના લોકોને લાગે છે કે સેક્સ વિશે ચર્ચા કરવી ખોટું, અનૈતિક અથવા શરમજનક માને છે.

ખંડપીઠે કહ્યું કે, મોટે ભાગે એવી ગેરસમજ પ્રચલિત છે કે સેક્સ એજ્યુકેશન યુવાનોમાં સંકુચિત માનસિકતા અને બેજવાબદાર વર્તનને પ્રોત્સાહન આપે છે. નિષ્ણાતો અને ટીકાકારો દલીલ કરે છે કે, જાતીય સ્વાસ્થ્ય અને ગર્ભનિરોધકો બાબતમાં માહિતી આપવાથી કિશોરોને જાતીય પ્રવૃત્તિમાં જોડાશે અને સેક્સ ગતિવિધિઓ વધી જશે. જો કે, સંશોધન દર્શાવે છે કે લૈંગિક શિક્ષણ ખરેખર જાતીય પ્રવૃત્તિની શરૂઆતમાં વિલંબ કરે છે. લૈંગિક રીતે સક્રિય લોકોમાં સુરક્ષિત વ્યવહારને પ્રોત્સાહન આપે છે.

આ સમાચાર શેર કરો