મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

છત્તીસગઢ: સુરક્ષાદળોએ ત્રણ મહિલા નક્સલીઓને મારી ઠાર

છત્તીસગઢના નક્સલ પ્રભાવિત નારાયણપુર જિલ્લામાં સુરક્ષાદળોએ અથડામણમાં ત્રણ મહિલા નક્સલીઓને ઠાર મારી

છત્તીસગઢ: સુરક્ષાદળોએ ત્રણ મહિલા નક્સલીઓને મારી ઠાર

છત્તીસગઢના નક્સલ પ્રભાવિત નારાયણપુર જિલ્લામાં સુરક્ષાદળોએ અથડામણમાં ત્રણ મહિલા નક્સલીઓને ઠાર મારી છે. પોલીસ અધિકારીઓએ આ જાણકારી આપી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે નારાયણપુર અને કાંકેર જિલ્લાની સરહદ પર અબૂઝમાડ વિસ્તારમાં સુરક્ષાદળોએ ત્રણ મહિલા નક્સલીઓને ઠાર મારવામાં આવી છે. નારાયણપુર અને કાંકેર જિલ્લાની સરહદ પર અબૂઝમાડ વિસ્તારમાં માઓવાદીઓની હાજરીની સૂચના પર સુરક્ષાદળના જવાનોને રવાના કરવામાં આવ્યા હતા. 

નક્સલીઓે ગોળીબાર શરૂ કર્યો

અધિકારીઓએ જણાવ્યું કે જ્યારે જવાનોની ટુકડી વિસ્તારમાં પહોંચી ત્યારે નક્સલીઓએ ગોળીબાર શરૂ કર્યો હતો. બાદમાં જવાનોએ જવાબી કાર્યવાહી કરી હતી. સુરક્ષાદળોએ ત્રણ મહિલા નક્સલીઓના શબ, હથિયાર અને અન્ય સામાન જપ્ત કર્યો છે.

અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટનામાં સુરક્ષાદળના જવાનોના સુરક્ષિત હોવાની જાણકારી મળી છે. ક્ષેત્રમાં તપાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. અધિકારીઓએ જણાવ્યું કે અથડામણમાં વધુ જાણકારી મેળવવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો