મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ઝારખંડમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સુરક્ષામાં ચૂક, નશામાં ધૂત યુવકો કરી રહ્યા હતા પીછો

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સુરક્ષામાં શનિવારે (20 જુલાઈ)ના રોજ મોટી ચૂક થઇ છે. ઝારખંડના રા

ઝારખંડમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સુરક્ષામાં ચૂક, નશામાં ધૂત યુવકો કરી રહ્યા હતા પીછો

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સુરક્ષામાં શનિવારે (20 જુલાઈ)ના રોજ મોટી ચૂક થઇ છે. ઝારખંડના રાંચીમાં ભાજપના કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચેલા અમિત શાહના કાફલાનો કેટલાક લોકોએ પીછો કર્યો હતો. આ મામલે પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે. 

હટિયા ડીએસપી પ્રમોદ કુમાર મિશ્રાએ જણાવ્યું કે આ લોકો કાફલામાં પ્રવેશી શક્યા ન હતા. તેણે કહ્યું કે આ લોકો ખૂબ જ ઝડપથી બાઇક ચલાવીને કાફલાનો પીછો કરી રહ્યા હતા. આ લોકો નશામાં હતા.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શનિવારે ભાજપની વિસ્તૃત કાર્ય સમિતિની બેઠકમાં ભાગ લેવા માટે રાંચી પહોંચ્યા હતા. જ્યારે બિરસા મુંડા એરપોર્ટથી અમિત શાહ તેમના કાફલા સાથે કાર્યક્રમ સ્થળે જવા નીકળ્યા ત્યારે બાઇક પર સવાર બે યુવકો કાફલામાં ઘૂસી ગયા હતા. જો કે પોલીસે બંને યુવાનોની તુરંત ધરપકડ કરી લીધી હતી. પત્રકારોએ ડીએસપીને સવાલો કરતાં તેમણે ધરપકડ કરાયેલ યુવકને જ સમગ્ર મામલો જણાવવા કહ્યું હતું. આ અંગે બંને યુવકોએ નશામાં હોવાની કબૂલાત કરી હતી. ડીએસપીએ કહ્યું કે હાલમાં સુરક્ષામાં કોઈ ખામી હોવાનું જણાતું નથી.

બંને યુવકોની ઓળખ બહાર આવી

અમિત શાહના કાફલામાં બાઇક સાથે ઘૂસેલા બે યુવકોની ઓળખ કરી લેવાઈ છે. રિપોર્ટ્સ મુજબ એકનું નામ અંકિત અને બીજાનું નામ મોહિત છે. આ બંને જણાએ કહ્યું કે, આ કોની કોન્વોય જઈ રહી હતી અમને કંઈ ખબર નથી. તેઓ ગુનેગાર નથી. ભાજપના નેતા અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ શનિવારે ભાજપની વિસ્તૃત કાર્ય સમિતિની બેઠકમાં પહોંચ્યા હતા. અહીં તેમણે દાવો કર્યો કે 2024ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ઝારખંડમાં પૂર્ણ બહુમત સાથે સરકાર બનાવશે.

આ સમાચાર શેર કરો