મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

સંસદ ભવનમાં સુરક્ષામાં ચૂક, દિવાલ કૂદીને એક વ્યક્તિ અંદર પ્રવેશ્યો

આજે સવારે સંસદ ભવનની સુરક્ષામાં ચૂક થઇ હોવાની વાત સામે આવી છે. જાણવા મળ્યું છે કે એક વ્

સંસદ ભવનમાં સુરક્ષામાં ચૂક, દિવાલ કૂદીને એક વ્યક્તિ અંદર પ્રવેશ્યો

આજે સવારે સંસદ ભવનની સુરક્ષામાં ચૂક થઇ હોવાની વાત સામે આવી છે. જાણવા મળ્યું છે કે એક વ્યક્તિ ઝાડની મદદથી દિવાલ કૂદીને સંસદ ભવનમાં પ્રવેશ્યો હતો. આ વ્યક્તિને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે અને તેની ઓળખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. આ વ્યક્તિ સવારે 6:30 વાગ્યે સંસદ ભવનમાં પ્રવેશ્યો હતો. આરોપી વ્યક્તિ રેલ ભવન બાજુથી દિવાલ કૂદીને નવા સંસદ ભવનના ગરુડ ગેટ પર પહોંચ્યો હતો. સંસદ ભવનમાં હાજર સુરક્ષા દળોએ આરોપીને પકડી લીધો છે અને તેની પૂછપરછ કરી રહ્યા છે. હાલમાં, સુરક્ષા દળો એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે આ વ્યક્તિ સંસદ ભવનમાં કેમ પ્રવેશવા માંગતો હતો.

રાજ્યસભાના એક અધિકારીએ પણ પુષ્ટિ આપી છે કે તે વ્યક્તિ સંસદ ભવનના પરિસરમાં  કુદ્યો હતો. તેમણે કહ્યું કે હાલમાં તે વ્યક્તિ સંસદ ભવનમાં કેમ પ્રવેશ્યો તે જાણી શકાયું નથી. આ વ્યક્તિ પહેલા સંસદની દિવાલની બાજુમાં વાવેલા ઝાડ પર ચઢી ગયો અને પછી દિવાલ પર પહોંચીને અંદર કૂદી ગયો.

આ સમાચાર શેર કરો