મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

VIDEO:'ભારતથી અમને બચાવો', સંસદ ભવનમાં ચોધાર આંસુએ રડ્યા પાક.સાંસદ

ભારત દ્વારા પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ પર કરાયેલા હવાઈ હુમલા બાદથી પાકિસ્તાનમાં ભય

ભારત દ્વારા પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ પર કરાયેલા હવાઈ હુમલા બાદથી પાકિસ્તાનમાં ભયનો માહોલ છે. ગઈકાલે પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે ભારતને ધમકી આપી હતી અને તેને ગંભીર પરિણામોની ચેતવણી આપી હતી, પરંતુ પાકિસ્તાનની હાલત કેટલી પોકળ છે તેના ઉદાહરણો સતત જોવા મળી રહ્યા છે.

પાકિસ્તાનની સંસદમાં, સંસદના સભ્યો ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યા છે અને કહી રહ્યા છે કે અમને ભારતના પ્રકોપથી બચાવો. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઓપરેશન સિંદૂર હેઠળ, ભારતે પાકિસ્તાન અને કબજા હેઠળના કાશ્મીરમાં સ્થિત લગભગ 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો હતો.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો વીડિયો પાકિસ્તાનની રાષ્ટ્રીય વિધાનસભાનો છે. વીડિયોમાં દેખાતા વ્યક્તિનું નામ તાહિર ઇકબાલ છે. તાહિર ઇકબાલ પાકિસ્તાન મુસ્લિમ લીગ-એનના સાંસદ છે. તેઓ પાકિસ્તાની સેનામાં મેજર પણ રહી ચૂક્યા છે.

આ સમાચાર શેર કરો