મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

લોકસભા ચૂંટણી : મહાસચિવ બિનય તમંગ છ વર્ષ માટે સસ્પેન્ડ, ભાજપના ઉમેદવાર માટે મત માંગ્યા હતા

લોકસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસે પશ્ચિમ બંગાળમાં રાજ્ય એકમના મહાસચિવ બિનય તમંગને છ વર્ષ માટે સસ્પેન્ડ

લોકસભા ચૂંટણી : મહાસચિવ બિનય તમંગ છ વર્ષ માટે સસ્પેન્ડ, ભાજપના ઉમેદવાર માટે મત માંગ્યા હતા

લોકસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસે પશ્ચિમ બંગાળમાં રાજ્ય એકમના મહાસચિવ બિનય તમંગને છ વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે. તમંગે દાર્જિલિંગ લોકસભા સીટ પરથી કોંગ્રેસના ઉમેદવારને બદલે બીજેપી ઉમેદવાર રાજુ બિસ્તાને વોટ કરવાની અપીલ કરી હતી.

બિનય તમંગે દાર્જિલિંગ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર મુનીશ તમંગના નામ સામે વાંધો ઉઠાવ્યો હતો. તેમજ વધુમાં કહ્યું કે, હું દાર્જિલિંગ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર રાજુ બિસ્તાને સંપૂર્ણ સમર્થન આપવા માંગુ છું કારણ કે આનાથી દાર્જિલિંગના પર્વતીય વિસ્તારોના લોકોને સુરક્ષા અને ન્યાય મળશે. હું દાર્જિલિંગના લોકોને, મારા સમર્થકો, મિત્રો અને સંબંધીઓને કહેવા માંગુ છું કે તેઓ ભાજપના ઉમેદવાર રાજુ બિસ્તાને પોતાનો મત આપે.’

બિનય પાંચ મહિના પહેલા જ કોંગ્રેસમાં જોડાયા હતા

તમને જણાવી દઈએ કે, બિનય તમંગ 2021માં તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા હતા. જોકે, 2022માં તૃણમૂલ કોંગ્રેસ છોડીને નવેમ્બર 2023માં કોંગ્રેસનો હાથ પકડ્યો હતો. દાર્જિલિંગમાં કોંગ્રેસે મુનીશ તમાંગને ઉમેદવાર બનાવ્યા છે. મુનીશે ગોરખા પરિષદના પ્રમુખ પદેથી રાજીનામું આપીને કોંગ્રેસમાં જોડાયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર બિનોય તમંગ દાર્જિલિંગમાં ઉમેદવાર બનવા માંગતા હતા.

આ સમાચાર શેર કરો