મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

કેજરીવાલ માટે રાહતના સંકેત, SCએ કહ્યું-'ચૂંટણીને પગલે વચગાળાના જામીન...'

સુપ્રીમ કોર્ટે કેજરીવાલને મોટી રાહતના સંકેત આપ્યા છે. કોર્ટે કહ્યું કે ચૂંટણીને ધ્યાનમાં રાખતા

કેજરીવાલ માટે રાહતના સંકેત, SCએ કહ્યું-'ચૂંટણીને પગલે વચગાળાના જામીન...'

સુપ્રીમ કોર્ટે કેજરીવાલને મોટી રાહતના સંકેત આપ્યા છે. કોર્ટે કહ્યું કે ચૂંટણીને ધ્યાનમાં રાખતા આપ પાર્ટી નેતા કેજરીવાલની વચગાળા જામીન અરજી અંગે વિચાર કરી શકીએ છીએ. કોર્ટે કહ્યું કે, તેઓ આ મામલે આગળની સુનાવણી 7 મેના રોજ કરશે. 

હકીકતમાં શુક્રવારે સુપ્રીમ કોર્ટ કેજરીવાલની અરજી પર સુનાવણી કરી રહી હતી જેમાં તેમની ધરપકડને પડકારવામાં આવી હતી. આ અંગે ED પાસેથી જવાબ માંગવામાં આવ્યો હતો.

સુપ્રીમ કોર્ટમાં આજે પહેલા કેજરીવાલ વતી અભિષેક મનુ સિંઘવીએ દલીલો રજૂ કરી, ત્યારબાદ ED વતી એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુએ તપાસ એજન્સીનો પક્ષ રજૂ કર્યો. તેના પર કોર્ટે કહ્યું કે, અમે આ મામલો આજે પૂરો કરી શકીએ નહીં. આવી સ્થિતિમાં ચૂંટણીને ધ્યાનમાં રાખીને અમે કેજરીવાલની વચગાળાની જામીન અરજી પર વિચાર કરવા તૈયાર છીએ.

આ સમાચાર શેર કરો