મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

Ayodhya Deepotsav: 25 લાખથી વધુ દીવડાઓથી ઝળહળી ઉઠી રામનગરી, બનાવ્યો નવો રેકોર્ડ

દેશભરમાં દિવાળીના પર્વની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. ત્યારે ખાસ કરીને ભગવાન રામની જન્મભૂમિ અયોધ્યામાં એક

દેશભરમાં દિવાળીના પર્વની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. ત્યારે ખાસ કરીને ભગવાન રામની જન્મભૂમિ અયોધ્યામાં એકસાથે 25 લાખ દીવા પ્રગટાવવાતા ઝળહળી ઉઠી હતી. જેનો એક વીડિયો પણ સામે આવ્યો છે.

યોગીએ ભગવાનનો રથ ખેંચ્યો હતો

ભગવાન રામ, સીતા અને લક્ષ્મણ પુષ્પક વિમાન દ્વારા અયોધ્યા પહોંચ્યાં હતાં. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમનું સ્વાગત કર્યું હતું. જે બાદ ભગવાન રામ, સીતા અને લક્ષ્મણ સાથે રથ પર સવાર થયા. યોગીએ ભગવાનનો રથ ખેંચ્યો હતો. ભગવાન રામને રામકથા પાર્કમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં યોગીએ રામની આરતી કરી હતી તેમજ રાજ તિલક કર્યું હતું. 

આ પણ વાંચો: VIDEO: દિપોત્સવી ઉજવણીમાં અમેરિકન રાજદૂતે મચાવી ધમાલ, 'તૌબા તૌબા' ગીત પર કર્યો જોરદાર ડાન્સ

મુખ્યમંત્રીએ આરતી ઉતારી

અયોધ્યામાં સરયુ નદીના કિનારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત, નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠકે આરતી ઉતારી હતી.

ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન

અયોધ્યા દીપોત્સવ 2024 દરમિયાન એકસાથે 1121 લોકો દ્વારા એક સાથે આરતી કરવાનો અને 25 લાખ 12 હજાર 585 દીવડા એક સાથે પ્રગટાવવા પર ગિનિસ બુક વર્લ્ડ રેકોર્ડ બની ગયો છે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા પ્રમાણ મેળવ્યું છે.

 

આ સમાચાર શેર કરો